શું સરકારી સંપત્તિ વેચશે પશ્ચિમ બંગાળની મમતા સરકાર?

કોલકાતાઃ લોકસભા ચૂંટણી 2024માં જીતની સાથે પશ્ચિમ બંગાળમાં મમતા સરકારે નવા ઉદ્યોગોના વિકાસ માટે એક નવો રસ્તો શોધી કાઢ્યો છે. સરકારે બંધ ઇન્ડસ્ટ્રીઝની સાથે-સાથે ચાલી રહેલી ઇન્ડસ્ટ્રીઝની ખાલી અને ઉપયોગમાં ના લેવામાં આવતી (પડતર) જમીન વેચવાની રજૂઆત શરૂ કરી દે છે.

પ્રાપ્ત માહિતી મુજબ CM મમતા બેનરજીએ વરિષ્ઠ અધિકારીઓને ખાલી પડેલાં સરકારી ભવનોની એક યાદી તૈયાર કરવા અને એની લિલામીના માધ્યમથી વેચવા માટે એક નીતિ તૈયાર કરવા માટે કહ્યું છે.

મુખ્ય મંત્રીએ વિવિધ વિભાગોના સચિવો, જિલ્લાધિકારીઓ અને કોલકાતા નગર નિગમના અધિકારીઓની સાથે એક વિડિયો કોન્ફરન્સ દરમ્યાન આ નિર્દેશ આપ્યા હતા. આ સંમેલનમાં સરકાર 2026ની વિધાનસભાની ચૂંટણી પહેલાં શક્ય હોય એટલી આવક એકઠી કરવા ઇચ્છે છે.

આ પહેલાં પશ્ચિમ બંગાળની મમતા સરકારે વિભાગોને ખાલી પડેલી પડતર જમીનોની લિલામીના માધ્યમથી વેચવાની મંજૂરી આપી હતી. હવે સરકારે એનાથી આગળ ઉપયોગમાં ના લેવાતી સરકારી ભવનોને વેચવાનો નિર્ણય કર્યો છે, એમ સૂત્રોએ કહ્યું હતું.

આ બેઠકમાં મુખ્ય મંત્રીએ સ્પષ્ટ કરી દીધું હતું કે નાણાં વિભાગ ઉપયોગમાં ના લેવાતા સરકારી બિલ્ડિંગની નિગરાની કરશે અને એની યાદી વિવિધ વિભાગો અને જિલ્લા મેજિસ્ટ્રેટો દ્વારા તૈયાર કરવામાં આવશે. CM એ બિલ્ડિંગોની વાત કરી રહ્યાં હતાં, જેનું બાંધકામ છેલ્લાં 10 વર્ષોમાં કરવામાં આવ્યો હતો અને એમાંની મોટા ભાગની બિલ્ડિંગો ખાલી પડી છે. રાજ્ય સરકારે ઉદ્યોગો શરૂ કરવા માટે જમીનની ખેંચને હલ કરવા માટે છેલ્લા એક વર્ષમાં અનેક ઉપાયો કર્યા છે, જેમાં ચાર્જને બદલે લીઝહોલ્ડ જમીનને ફ્રીહોલ્ડમાં પરિવર્તિત કરવાનું સામેલ છે.