નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી દરમ્યાન જો વડા પ્રધાન મોદી અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી એક મંચ પર જોવા મળે અને બંને વચ્ચે હાલના મુદ્દાઓને લઈને વાદવિવાદ થાય તો કેવું? શું આ સંભવ છે? લાગતું તો નથી, પણ દિલ્હી હાઇકોર્ટના ભૂતપૂર્વ જસ્ટિસ મદન લાકુર અને એપી શાહે લોકસભાની ચૂંટણીની વચ્ચે જાહેર ચર્ચાવિચારણા માટે વડા પ્રધાન મોદી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને આમંત્રિત કર્યા છે.
જસ્ટિસ લોકુર અને શાહેની સાથે-સાથે ધ હિન્દુના ભૂતપૂર્વ સંપાદક એન રામે –બંનેએ એક લખ્યું છે કે એવી ચર્ચાને દેશના વિકાસમાં સાર્થક ચર્ચા બતાવી છે. આ બંને જજોએ અને એક પત્રકારે બંને નેતાઓને મોકલેલા પત્રમાં લખ્યું છે કે એક એવા મંચ પર વાદવિવાદ થાય જે કોઈ પક્ષનો ના હોય અને કોઈ પણ રીતે કોમર્શિયલ હોય તો એ દેશ માટે કેટલો સાર્થક વાદવિવાદ હોઈ શકે.
આ પત્રમાં લખ્યું છે કે આપણા દેશ વિશ્વમાં સૌથી મોટો લોકશાહીનો દેશ છે અને વિશ્વમાં આપણી ચૂંટણીને બહુ રસપ્રદ રીતે જોવામાં આવે છે. જાહેર ચર્ચા-વિચારણા એક કાયમ માટે મિસાલ બનશે, પરંતુ એક સ્વસ્થ અને જીવંત લોકતંત્રનું સાચું ચિત્ર રજૂ કરશે. તેમણે આ પત્રમાં લખ્યું છે કે જે સવાલ નેતાઓ સભાઓમાં એકમેકને પૂછી એ સવાલો પર તેઓ આમનેસામને વાત કરશે, તો કેટલું સારું થશે.