નવી દિલ્હીઃ વર્ષ 2024થી પહેલાં પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી બહુ મહત્ત્વની છે. આ પાંચ રાજ્યો- MP, રાજસ્થાન, છત્તીસગઢ, મિઝોરમ અને તેલંગાણામાં મતદાન થઈ ચૂક્યાં છે. આ તમામ રાજ્યોના ચૂંટણી પરિણામો ત્રીજી ડિસેમ્બરે જાહેર થશે, પણ એ પહેલાં વિવિધ ચેનલ્સ અને મિડિયાએ એક્ઝિટ પોલ થકી એક અંદાજ લગાડ્યા છે.
રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં દૈનિક ભાસ્કરના એક્ઝિટ પોલનાં પરિણામ પ્રમાણે રાજસ્થાનમાં ભાજપ અને છત્તીસગઢમાં કોંગ્રેસની જીત થશે સૌથી વધારે 230 સીટવાળા રાજ્ય મધ્ય પ્રદેશમાં બંને મુખ્ય પાર્ટીઓ વચ્ચે કાંટાની ટક્કર છે, જ્યારે જન કી બાતના એક્ઝિટ પોલ મુજબ મધ્ય પ્રદેશમાં ભાજપને 100-123, કોંગ્રેસને 102-125, જ્યારે રાજસ્થાનમાં 100-122, કોંગ્રેસને 62-85 સીટોના અંદાજો છે.
રાજસ્થાનના મતદારોએ પરંપરા જાળવીને સત્તા બદલવાના સંકેત આપ્યા છે. 200 સીટવાળા રાજ્ય રાજસ્થાનમાં 17 નવેમ્બરે 199 સીટ પર મતદાન થયું હતું. ભાસ્કરના પોલમાં અહીં ભાજપને 105થી 115 સીટ મળવાનો અંદાજ છે,જ્યારે કોંગ્રેસ આ વખતે બે આંકડામાં જ સમેટાઈ જશે. કોંગ્રેસને 75થી 85 જ સીટ મળવાનો અંદાજ છે. આ સાથે રિપબ્લિક ટીવીએ MPમાં ભાજપને 118-130, જ્યારે કોંગ્રેસને 97-107 સીટો, જ્યારે TV 9 ભારતવર્ષે MPમાં 106-116 અને કોંગ્રેસને 111-121, જ્યારે રાજસ્થાનમાં ભાજપને 100-110, જ્યારે કોંગ્રેસને 90-100 સીટોનું અનુમાન વ્યક્ત કર્યું છે.
મધ્યપ્રદેશની ચૂંટણી સૌથી રસપ્રદ છે. કોંગ્રેસને 105થી 120 બેઠકો મળી શકે છે, જ્યારે ભાજપને 95થી 115 બેઠકો મળી શકે છે. છત્તીસગઢમાં કોંગ્રેસને અહીં 45થી 55 બેઠકો સાથે પૂર્ણ બહુમતી મળવાની ધારણા છે.
રાજસ્થાનના મુખ્ય મંત્રી ગહેલોતે કહ્યું હતું કે ચૂંટણી પછીના એક્ઝિટ પોલમાં જે આંકડા બતાવે, પણ રાજ્યમાં કોંગ્રેસની સરકાર જ બનશે.રાજસ્થાનમાં 199 બેઠકો પર 25 નવેમ્બરે મતદાન થયું હતું.