નવી દિલ્હી: વોટસએપનું સ્ટેટસ (WhatsApp status) ફીચર એ ભારતમાં ઉપયોગમાં લેવાનું સૌથી લોકપ્રિય ફીચર પૈકીનું એક છે. હવે આ ફીચરમાં મોટો ફેરફાર થયો છે. વોટ્સએપ યૂઝર્સ હવે પોતાના સ્ટેટસમાં માત્ર 15 સેકન્ડનો વીડિયો જ મૂકી શકશે. પહેલા વોટ્સએપ સ્ટેટસમાં 30 સેકન્ડનો વીડિયો મૂકી શકાતો હતો. માનવામાં આવી રહ્યું છે કે વોટ્સએપે આ પગલું ઇન્ટરનેટ સર્વર પર ભાર ઓછો કરવા માટે ઉઠાવ્યું છે.
કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે સમગ્ર દેશમાં 21 દિવસનું લૉકડાઉન ચાલી રહ્યું છે, એવામાં ડેટાનો ઉપયોગ વધી ગયો છે અને સર્વર પર ભાર પડી રહ્યો છે.
WABetainfoએ એ વાતની જાણકારી આપતાં જણાવ્યું કે વોટ્સએપ સ્ટેટસમાં હવે 15 સેકન્ડથી લાંબા વીડિયો નહીં શેર કરી શકાય. તેનો ઉદ્દેશ્ય સર્વર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ટ્રાફિક ઓછો કરવાનો છે. ભારતીય યૂઝર્સ વોટ્સએફ સ્ટેટસનો ઉપયોગ અન્ય ફીચર્સથી વધુ કરે છે. જોકે, આ ફીટર સીમિત સમય માટે જ લાવવામાં આવ્યું છે. કોરોના વાઈરસની પરેશાની દૂર થતાં કંપની ફરી વખત વિડિયો ટાઈમ લિમિટ વધારી દેશે.