મધ્યમ વર્ગના લોકો માટે શું હતું આ બજેટમાં ખાસ?

નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે વર્ષ 2024-25 માટે બજેટ રજૂ કર્યું છે. બજેટમાં MSME  સહિત રોજગારી અને મહિલાને ફોક્સ કરવામાં આવ્યું છે. સતત સાતમી વખત બજેટ રજૂ કરતી વખતે કેટલીક પ્રોડક્ટ્સ અને સેવાઓ પર લાગનાર ટેક્સમાં ફેરફાર કરવાની જાહેરાત કરી છે. ટેક્સ ઘટવાથી કેટલીક વસ્તુઓ સસ્તી થશે. તો બીજી તરફ ટેક્સ વધવાથી ઘણી પ્રોડક્ટ્સના ભાવ વધી જશે.

વર્ષ 2024-25 માટે રજૂ કરવામાં આવેલ બજેટમાં કેટલીક વસ્તુની ખરીદી પર રાહત આપવામાં આવી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે મોટી જાહેરાત કરતા કહ્યું કે કેન્સરની દવાઓ સસ્તી થશે. આ ઉપરાંત મોબાઈલ તેમજ મોબાઈલના ચાર્જર સહિત અન્ય ઉપકરણો પર BCD 15 ટકા ઘટાડી દેવામાં આવ્યા છે. ત્યારે મહિલા માટે સૌથી પ્રિય કિંમતી ધાતું ગણાતું સોના અને ચાંદી પરની કસ્ટમ ડ્યુટી ઘટાડીને 6 ટકા કરી દીધી છે. જેના કારણે સોના અને ચાંદીની કિંમતોમાં પણ આંશિક રાહત મળશે. આ સિવાય ચામડા અને ફૂટવેર પરની કસ્ટમ ડ્યૂટીમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. બીજી તરફ, ટેલિકોમ સાધનો મોંઘા થયા છે, તેના પર કસ્ટમ ડ્યુટી વધારીને 15 ટકા કરી દેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષમાં સોના-ચાંદી 13,000 રૂપિયા મોંઘું થયું હતું. ઘરેલૂ ગેસ સિલિન્ડરના ભાવ 300 રૂપિયા ઘટ્યા છે. આ દરમિયાન તુવર દાળ લગભગ 30 રૂપિયા પ્રતિ કિલો મોંઘી થઇ છે. સોયાબીન તેલ, લોટ અને ચોખાના ભાવમાં વધુ ફેરફાર થયો નથી.

આ વર્ષના બજેટમાં મોબાઈલ ચાર્જર, મોબાઇલ ફોન, સોના ચાંદીના ઘરેણા સહિત સોલાર સેલ/સોલાર પેનલ, તાંબામાંથી બનેલો સામાન, કેન્સરની ત્રણ દવાઓ, લિથિયમ બેટરી સસ્તી, લિથિયમ બેટરી સસ્તી, લિથિયમ બેટરી સસ્તી, પ્લેટિનમમાંથી બનેલો સામાન, ચામડાંમાંથી બનેલી પ્રોડક્ટ, ઇલેક્ટ્રિક વ્હીકલ, ઇમ્પોર્ટેડ જ્વેલરી, વિજળીના તાર, એક્સરે મશીન, ફીશ શિડ જેવી વસ્તુ પર સરકારે રાહત આપી છે. આ ઉપરાંત પીવીસી ફ્લેક્ષ બેનર, ટેલિકોમ ઉપકરણો, પ્લાસ્ટિકની વસ્તુઓ કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે.