અમેરિકાનું નાગરિક્ત્વ મેળવવામાં ભારતીયો કયા ક્રમે?

પાછલા ઘણા સમયથી વિદેશ અભ્યાસ કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. બહારના દેશોમાં વસતા મૂળ ભારતીય લોકો ત્યાંનું નાગરિકત્વ મેળવાની રાહે આગળ વધતા હોય છે. ભારતના લોકો અમેરિકાનું નાગરિકત્વ મેળવવામાં બીજા ક્રમ પર છે. જ્યારે અમેરિકામાં સૌથી વધુ મેક્સિકાના લોકોએ નાગરિકત્વ મેળવ્યું છે. અમેરિકાની લગભગ 33 કરોડ 30 લાખથી વધુની વસ્તીમાં 28 લાખ 31 હજાર 330 ભારતીયોનો સમાવેશ થાય છે.

વર્ષ 2022 પ્રમાણે અમેરિકામાં વિદેશમાંથી વસેલા લોકોમાંથી નાગરિકત્વ મેળવવાને પાત્ર 65 હજાર 960 ભારતીયો હતા. જ્યારે 2023માં વહીવટી તંત્રથી સ્વતંત્ર તેવી કોંગ્રેસ રિસર્ચ સર્વિસ (CRS)ના ડેટા પ્રમાણે 2 લાખ 90 હજાર ભારતવંશીઓ ગ્રીન કાર્ડ મેળવવા માટે પાત્રતા ધરાવે છે. આ ઉપરાંત 2023 સુધીમાં ભારતીય મૂળના વિદેશમાં જન્મેલા અમેરિકનોની કુલ વસ્તી 28 લાખ 31 હજાર 330 હતી. જ્યારે મેક્સિકોના 1 કરોડ 06 લાખ 38 હજાર 429 લોકોને અમેરિકાનું નાગરિકત્વ મળ્યું છે.

અમેરિકાના વિદેશ મંત્રાલયના કહેવા પ્રમાણે ભારતવંશીઓએ અમેરિકાનાં અંતરિક્ષ ક્ષેત્રથી લઈ વ્યાપાર- ઉદ્યોગ, આઇ.ટી. ક્ષેત્ર સહિત અનેક ક્ષેત્રે પ્રસંશનીય યોગદાન આપ્યું છે. અમેરિકામાં ભારતીય ઉત્સવો જેવા કે દિવાળી, હોળી જેવા તહેવારો સરકાર દ્વારા સત્તાવાર રીતે ઉજવવામાં આવે છે. અમેરિકાના વર્તમાન ઉપપ્રમુખ પણ મૂળ ભારત વંશીય છે. અમેરિકાનાં વિદેશ મંત્રાલયના નાયબ પ્રવકતા પણ ભારત વંશીય છે.