કેન્દ્રીય મંત્રીના નિવેદનથી નારાજ આ ચકમા અને હાજોંગ સમુદાય શું છે?

લોકસભા ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે ત્યારે કેન્દ્રિયમંત્રી અને અરુણાચલ પ્રદેશના લોકસભા સાંસદ કિરેન રિજિજૂએ ચકમા અને હાજોંગને મહેમાન કહેતા આ સમુદાયના લોકો નારાજ થયા છે. એટલું જ નહીં કેન્દ્રિયમંત્રીના નિવેદનના કારણે 60 વર્ષથી ભારતને પોતાનું ઘર માનતા આ સમુદાયના લોકો ફરી એકવાર ચર્ચામાં આવ્યા. ત્યારે હકીકતમાં ચકમા અને હાજોંગ સમુદાયના લોકો કોણ છે? કેવી રીતે ભારતમાં આવ્યા અને એમની પાસે કેવા અધિકાર છે એ જાણવા જેવુ છે.

કેવી રીતે આવ્યા ભારત

તિબેટો-મોંગોલ જાતિના ચકમા અને હાજોંગ મૂળ તત્કાલીન પૂર્વ પાકિસ્તાનમાં આવેલા ચટગાંવ હિલ ટ્રેક્ટના રહેવાસી હતા. કપ્તાઈ ડેમ પ્રોજેક્ટને કારણે એમની જમીન ડૂબી જતાં તેઓએ ત્યાંથી સ્થળાંતર કરવું પડ્યું હતું. આ લોકોએ પૂર્વ પાકિસ્તાન (હવે બાંગ્લાદેશ)માં પણ ધાર્મિક અત્યાચારનો સામનો કર્યો હતો. તેઓ આસામ (હાલ મિઝોરમ)ના તત્કાલીન લુશાઈ હિલ્સ જિલ્લામાંથી ભારતમાં પ્રવેશ્યા હતા.

શું કહે છે કાયદો?

ભારત સરકાર દ્વારા 1964-69 વચ્ચે ચકમા અને હાજોંગને અરુણાચલ પ્રદેશમાં પુનઃસ્થાપિત કરવામાં આવ્યા હતા. સુપ્રિમકોર્ટે 1996 અ 2015માં અરૂણાચલ પ્રદેશમાં 1960થી રહેતા આ બંને સમુદાયના સભ્યોને નાગરિક્તા આપવાનો આદેશ આપ્યો હતો. રાષ્ટ્ય માનવ અધિકાર પંજે 2022માં સરકારને સુપ્રીમકોર્ટના આદેશ પ્રમાણે ચકમા અને હાજોંગને નાગરિક્તા અધિકાર આપવા માટે કહેવામાં આવ્યું હતું.  એ સમયે એમની મૂળ વસ્તી પાંચ હજારની આસપાસ હતી, પરંતુ હાલમાં એક લાખની આસપાસ હોવાનું કહેવાય છે.  ચકમાઓ મુખ્યત્વે બૌદ્ધ ધર્મના અનુયાયીઓ છે, જ્યારે હાજોંગ એવા રિવાજોનું પાલન કરે છે જે હિંદુ ધર્મને અનુસરે છે.

પરિસ્થિતી કેવી છે ?

વર્તમાન સમયની વાત કરીએ તો આ લોકોને મફક રેશનિંગ, શિક્ષશણ, સ્કોલરશિપ જેવી સુવિધાઓ હજુ પણ મળી નથી. તો બીજી બાજુ આ સમુદાયના લોકોને નોકરીથી પણ વંચિત રહેવુ પડે છે. સ્થાનિક વિદ્યાર્થિઓના અનુભવો પ્રમાણે જ્યારે પણ એ લોકો અરૂણાચલ પ્રદેશમાં નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા માટે જાય છે ત્યારે જે તે ડિપાર્ટમેન્ટ એમને શરણાર્થી માનીને ભેદભાવ કરે છે. જ્યારે નોકરી માટે અન્ય જગ્યાએ જવાનું થાય ત્યારે સ્થાનિક નિવાસ પ્રમાણપત્ર અને અન્ય દસ્તાવેજો રજૂ કરવા પડે. પરંતુ આ પ્રકારના કોઈ પણ દસ્તાવેજો બંને સમુદાયના લોકો પાસે નથી. ઉપરાંત વિદ્યાર્થિઓને સ્કોલશીપ નથી મળતી કે બેંક કોઈને પુરાવા વગર લોન પણ નથી આપતી.

ચકમા સમુદાયની ચોથી પેઠી અરુણાચલ પ્રેદેશમાં વસવાટ કરી રહી છે. જો કે નાગરિકતાના પ્રમાણપત્ર ન હોવાના કારણે રોજગારી મેળવવામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.