બંગાળ સરહદે ભારત-બાંગ્લાદેશના સૈનિકોએ દિવાળી નિમિત્તે મીઠાઈની આપ-લે કરી

કોલકાતાઃ આજે ભારતમાં ઉજવાઈ રહેલા દિવાળી પર્વ નિમિત્તે બોર્ડર સિક્યૂરિટી ફોર્સ (બીએસએફ) અને બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (બીજીબી)ના જવાનોએ એકબીજાને મીઠાઈ આપીને તહેવારના અભિનંદન આપ્યા હતા અને શુભેચ્છા વ્યક્ત કરી હતી. ભારત અને બાંગ્લાદેશ એકબીજા સાથે સાંસ્કૃતિક વારસો ધરાવે છે. બંને દેશની સેનાએ મજબૂત વ્યવસ્થાતંત્રની રચના કરી છે જે દ્વારા સરહદોનું રક્ષણ કરતા એમના દળો વચ્ચે સહકાર જળવાઈ રહે છે. આજે બંને દળે ફૂલબારી ખાતે સરહદ પર મીઠાઈની આપ-લે કરી હતી.

બંને દેશની સરહદ પર પહેરો ભરતા જવાનો એકબીજાના દેશના દરેક મુખ્ય તહેવાર વખતે એકબીજાને મીઠાઈ આપીને શુભેચ્છા વ્યક્ત કરતા હોય છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે હિમાચલ પ્રદેશમાં લેપચા ગામ ખાતે જઈને સુરક્ષા જવાનો સાથે દિવાળી ઉજવી હતી.

(તસવીર સૌજન્યઃ @BSFNBFTR)