વીર સાવરકર દેશના પહેલા સંરક્ષણ નિષ્ણાત હતાઃ રાજનાથ સિંહ

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વિચારક વિનાયક દામોદરદાસ સાવરકરે ભારતને મજબૂત સંરક્ષણ અને રાજદ્વારી સિદ્ધાંતની સાથે રજૂ કર્યું હતું, એમ કેન્દ્રીય સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે કહ્યું હતું. સાવરકર 20મી શતાબ્દીમાં ભારતના સૌથી મોટા અને પહેલા સંરક્ષણ અને વ્યૂહાત્મક મામલાના નિષ્ણાત હતા. દિલ્હીમાં સાવરકર પર એક પુસ્તકનું વિમોચનના પ્રસંગે સંરક્ષણપ્રધાને કહ્યું હતું કે માર્ક્સવાદી અને લેનિનવાદી વિચારધારાઓનું પાલન કરતા લોકોએ સાવરકર પર ફાસીવાદી અને હિન્દુત્વના સમર્થક હોવાનો આરોપ લગાવ્યો છે.

તેમણે બહુ સ્પષ્ટ રૂપે કહ્યું હતું કે અન્ય દેશોની સાથે ભારતના સંબંધ એ વાત પર નિર્ભર હોવા જોઈએ કે તેઓ આપણી સુરક્ષા અને રાષ્ટ્રીય હિતો માટે કેટલા અનુકૂળ છે. વળી, એનાથી કોઈ ફરક નથી પડતો કે ત્યાં કયા પ્રકારની સરકાર હતી. કોઈ પણ દેશ ત્યાં સુધી મિત્ર રહેશે, જ્યાં સુધી એ અમારાં હિતોને અનુકૂળ રહેશે. સાવરકરને બદનામ કરવા માટે એક ઝુંબેશ ચલાવવામાં આવી હતી. તેઓ એક સ્વાતંત્ર્યસેનાની હતા અને તેમને અન્ય રીતે જોવા ક્ષમ્ય નથી.

1910ના દાયકામાં આંદામાનમાં આજીવન કારાવાસની સજા કાપી રહેલા સાવરકરની દયા અરજી વિશે વિવાદનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે એ એક કેદીનો અધિકાર હતો. ગાંધીજીએ તેમને આવું કરવા માટે કહ્યું હતું. બાપુની અપીલમાં સાવરકરને આવું કરવા માટે કહ્યું હતું.

ઉદય માહુરકર અને ચિરાયુ પંડિત દ્વારા લિખિત પુસ્તક ‘વીર સાવરકર ધ મેન કેન્ડ પ્રિવેન્ટેડ પાર્ટિશન’ના વિમોચનના અવસરે રાજનાથ સિંહે વક્તવ્ય આપ્યું હતું. જે લોકોએ સાવરકરને બદનામ કરવામાં આવ્યા છે, સાવરકરની વિચારધારા અલગ-અલગ રાજકીય વિચારધારાઓ છતાં એકસાથે ચાલવાની હતી, એમ RSS પ્રમુખ મોહન ભાગવતે કહ્યું હતું.

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]