શું વરુણ ગાંધી UP-ચૂંટણી પહેલાં કોંગ્રેસનો હાથ પકડશે?

નવી દિલ્હીઃ ભાજપમાં ઘણા લાંબા સમયથી ઉપેક્ષિત વરુણ ગાંધીની કોંગ્રેસમાં સામેલ થવાની ચર્ચા જોર પકડી રહી છે. ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીથી પહેલાં તેઓ કોંગ્રેસનો હાથ પકડી લે એવી શક્યતા છે, પણ ભાજપના સંસદસભ્ય વરુણ ગાંધીએ સારી અટકળોને ફગાવી દીધી છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે એ બધી અફવા છે.

હાલના દિવસોમાં વરુણ કોંગ્રેસમાં સામેલ થવાની અટકળો ચાલી રહી હતી, ત્યારે પ્રયાગરાજમાં એક કોંગ્રેસ નેતાએ સોનિયા ગાંધીની સાથે તેમનો ફોટો શેર કરીને એ પોસ્ટર સોશિયલ મિડિયા પર મૂક્યું હતું. કોંગ્રેસ નેતા દ્વારા આ પોસ્ટરમાં લખેલું હતું કે કોંગ્રેસમાં તમારું સ્વાગત છે. જે કોંગ્રેસી નેતાએ એ પોસ્ટર જારી કર્યું હતું કે તેઓ ઇરશાદ ઉલ્લા નામના એક સ્થાનિક નેતા છે.

વરણ ગાંધીનાં માતા અને ભાજપનાં સંસદસભ્ય મેનકા ગાંધીને આ વખતે રાષ્ટ્રીય કાર્યકારિણી સમિતિમાં જગ્યા નહોતી મળી. એના પર મેનકા ગાંધીએ કહ્યું હતું કે એનાથી કોઈ કદ નથી ઘટતું, એવું તેમણે ઇસૌલી વિધાનસભા ક્ષેત્રના જનસંવાદમાં કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે હું 25 વર્ષથી ભાજપની કાર્યસમિતિમાં છું. એને બદલવાથી કોઈ ફરક નથી પડતો. કાર્યકારિણીમાં ફેરફાર કરવાનો હક પાર્ટીને છે. નવા લોકોને તક મળવી જોઈએ. મેનકા ગાંધીએ સંસદીય ક્ષેત્રમાં ભ્રમણના બીજા દિવસે કહ્યું હતું કે રાષ્ટ્રીય કાર્ય સમિતિમાં તેમને ન લેવામાં આવ્યા, એ કોઈ મોટી વાત નથી અને ન તો ચિંતાનો વિષય છે.