UP એપલ અધિકારીને કોન્સ્ટેબલે ઠાર મારવાની ઘટના, CBI તપાસ, નોકરી અને 1 કરોડ વળતરની માગણી

લખનઉ- લખનઉ પોલીસ પર આરોપ મુકવામાં આવ્યો છે કે, તેના એક પોલીસ કોન્સ્ટેબલે કારચાલક એક યુવકને ગોળી માળી હતી. આ ઘટનામાં આઈફોન નિર્માતા કંપનીના એરિયા સેલ્સ મેનેજર વિવેક તિવારીનું અવસાન થયું હતું. ઘટના પછી મૃતકના પરિવારમાં હડકંપ મચી ગયો હતો. ભોગ બનેલા યુવકની પત્નીએ રાજ્યના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને પત્ર લખ્યો અને પોલીસ વિભાગમાં નોકરીની માગણી કરી હતી અને રુપિયા 1 કરોડના વળતરની પણ માગણી કરી છે.

આ મામલામાં મૃતક વિવેક તિવારીની પત્નીએ કહ્યું છે કે, ‘હું મારા પતિના અંતિમ સંસ્કાર ત્યાં સુધી નહીં કર્યું જ્યાં સુધી મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ મારા સવાલોના જવાબ નહીં આપે’.

ઘટના અંગે સીએમ યોગી આદિત્યનાથે ગોરખપુરમાં જણાવ્યું કે, આ કોઈ એન્કાઉન્ટર નથી, દુર્ઘટના છે. મૃતકના પરિવાર સાથે અમારી સંવેદના છે. જો જરુર જણાશે તો આ ઘટનાની CBI તપાસ કરાવવા માટે ભલામણ કરવામાં આવશે. બીજી તરફ લખનઉના એએસપી કલાનિધિ નૈયાથીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, બન્ને આરોપી પોલીસકર્મીઓ ઉપર હત્યાનો મામલો નોંધવામાં આવ્યો છે અને તેમને જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.