નાગરિક સુધારા બિલ પાસ થશે તો અમે BJP સાથે ગઠબંધન તોડી નાખીશું: AGP

નવી દિલ્હી- આસામમાં ભાજપના સહયોગી દળ આસામ ગણ પરિષદમાંથી પ્રધાન બનેલા અતુલ બોરાએ કેન્દ્રની સરકારને ધમકી ભરેલા અંદાજમાં કહ્યું કે, જો સરકાર નાગરિક સુધારા બિલ પાસ કરશે તો અમે સરકાર સાથે ગઠબંધન તોડી નાખીશું.આસામમાં ભાજપે આસામ ગણ પરિષદ સાથે મળીને સરકાર બનાવી છે. ઉત્તર પૂર્વના રાજ્યોમાં ભાજપની સરકાર માટે આ ઘણી મોટી સમસ્યા છે. નાગરિક સંશોધન બિલ 2016ને લઈને મોટાભાગના રાજ્યોમાં સરકારનો વિરોધ થઈ રહ્યો છે.

મોદી સરકારની મહત્વકાંક્ષી યોજનાનો રાજ્યમાં ઘણી જગ્યાઓ પર વિરોધ થઈ રહ્યો છે. આ બિલ અનુસાર બાંગ્લાદેશ, પાકિસ્તાનના નાગરિકોને પણ સરળતાથી ભારતની નાગરિકતા આપવાની જોગવાઈ છે. આ મુદ્દાનો વિરોધ કરી રહેલા ઘણા રાજકિય દળોનું કહેવું છે કે, રાજ્યમાં આ કારણે ખોટી પરંપરાની શરુઆત થશે.

ગણ પરિષદના વિરોદ પછી ભાજપની સરકારની મુશ્કેલીમાં વધારો થયો છે. આસામના મુખ્યપ્રધાન સર્વાનંદ સોનેવાલ પણ આ મુદ્દે બેકફૂટ પર છે. સુરક્ષાની દ્રષ્ટિએ સરહદ પર વધુ સતર્કતા ગોઠવી દેવામાં આવી છે.

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]