15-વર્ષ જૂનાં વાહનો માટે રજિસ્ટ્રેશન રીન્યૂઅલ ફી આઠ-ગણી વધશે

મુંબઈઃ દેશભરમાં, 15 વર્ષ જૂનાં વાહનો માટે રજિસ્ટ્રેશન રીન્યૂઅલ ફીની રકમમાં 1 એપ્રિલ, શુક્રવારથી આઠ ગણો વધારો થશે. કેન્દ્રના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવેઝ મંત્રાલયે આ સંબંધમાં નવો નિયમ બહાર પાડ્યો છે.

નવા નિયમ અનુસાર, તમારી 15-વર્ષ જૂની કારનું રજિસ્ટ્રેશન રીન્યૂ કરાવવા માટે હવે તમારે રૂ. 5,000 ખર્ચવા પડશે, જે રકમ અત્યાર સુધી રૂ. 600 હતી. ટુ-વ્હીલર્સ માટે આ ફી હાલના રૂ. 300થી વધીને રૂ. 1,000 થશે. આયાતી મોટરકારો માટેની આ ફી રૂ. 15,000થી વધીને રૂ. 40,000 થશે.

વાહન રજિસ્ટ્રેશન કિંમતઃ