ઉન્નાવ રેપ કેસઃ MLA બાદ ત્રણ અન્ય લોકોએ પણ પીડિતા પર કર્યો હતો કથિત ગેંગ રેપ…

નવી દિલ્હીઃ સીબીઆઈએ ઉન્નાવ રેપ પીડિતા સાથે 11 જૂન 2017 ના રોજ કથિત દુષ્કર્મ મામલે ગુરુવારના રોજ આરોપપત્ર દાખલ કર્યું. ઘટના સમયે છોકરી નાબાલિક હતી.  આ મામલો બીજેપીથી નિષ્કાસિત કુલદિપ સિંહ સેંગર દ્વારા જૂન 2017 ના રોજ તેની સાથે કથિત દુષ્કર્મ કરવાની ઘટનાથી અલગ છે. સામૂહિક બળાત્કાર મામલે જિલ્લા ન્યાયાધીશ ધર્મેશ શર્મા સમક્ષ આરોપપત્ર દાખલ કરવામાં આવ્યું હતું. કોર્ટે મામલાને 10 ઓક્ટોબર સુધી સૂચીબદ્ધ કર્યો છે. આ પહેલા તપાસ એજન્સીએ વધારે દસ્તાવેજ દાખલ કરવા તથા પ્રોસેક્યુશન પક્ષના સમર્થનમાં નિવેદન આપનારા સબૂતોની યાદી જમા કરાવવા માટે સમય માંગ્યો હતો. સીબીઆઈએ આરોપપત્રમાં નરેશ તિવારી, વ્રજેશ યાદવ સિંહ અને શુભમ સિંહના નામ આરોપીઓ તરીકે નોંધ્યા છે. ત્રણેય અત્યારે જમાનત પર છે. આરોપપત્ર અનુસાર ત્રણેય લોકોએ 4 જૂનની ઘટનાના એક સપ્તાહ બાદ છોકરીનું કથિત અપહરણ કર્યું અને તેની સાથે સામૂહિક દુષ્કર્મ કર્યું. શુભમ સિંહની માતા શશિ સિંહ કથિત રીતે પડિતાને ફોસલાવીને 4 જૂનના રોજ ધારાસભ્યના નિવાસ સ્થાને લઈ ગઈ હતી.

દિલ્હીની કોર્ટે ઉન્નાવ દુષ્કર્મ કાંડની પીડિતાના પિતાની ન્યાયિક ધરપકડમાં થયેલી કથિત હત્યા મામલે તેની માતાનું નિવેદન નોંધ્યું છે. મામલા સાથે જોડાયેલા વકીલે કહ્યું કે જિલ્લા ન્યાયાધીશ ધર્મેશ શર્મા સામે દુષ્કર્મ પીડિતાની માં અને બહેને બંધ રુમમાં પોતાનું નિવેદન નોંધાવ્યું અને શુક્રવારના રોજ પણ આગળ કાર્યવાહી ચાલુ રહેશે. વકીલે જણાવ્યું કે કોર્ટ સમક્ષ નિવેદન નોંધાવતા સમયે દુષ્કર્મ પીડિતાની માં મૃત પતિના કપડાને જોઈને ભાવુક થઈ ગઈ અને રડી પડી, જેના કારણે કોર્ટે તેમને શાંત થવા માટે થોડો સમય આપ્યો.

તેમની દિકરી સાથે ભાજપમાંથી હાંકી કઢાયેલા ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરે 2017માં કથિત રીતે દુષ્કર્મ કર્યું હતું. તે સમયે પીડિતા નાબાલિક હતી. દુષ્કર્મ પીડિતાના પિતાને કથિત રીતે માર મારવામાં આવ્યો હતો અને ખોટી રીતે હથિયાર રાખવાનો કેસ તેમના પર કરવામાં આવ્યો હતો. ન્યાયિક ધરપકડ દરમિયાન 29 અપ્રિલના 2018 ના રોજ તેમનું મૃત્યુ થયું હતું. આ પહેલા કોર્ટે સેંગર અને 10 અન્ય લોકો વિરુદ્ધ આરોપો નક્કી કર્યા હતા.