ઈમરાન ખાન સરકાર વિરુદ્ધ પાક.નું આ સંગઠન કાઢશે આઝાદી માર્ચ

ઈસ્લામાબાદ: પાકિસ્તાનમાં પ્રમુખ દક્ષિણપંથી ધાર્મિક પાર્ટીએ ‘અક્ષમ’ ઈમરાન ખાન સરકારને હટાવવા માટે 27 ઓક્ટોબરથી આઝાદી કાઢવાની જાહેરાત કરી છે. પાર્ટીએ દેશમાં આર્થિક સંકટ માટે ઈમરાન સરકારને દોષી ગણાવી છે.

જમીયત ઉલેમા એ ઈસ્લામ ફઝલ ના પ્રમુખ મૌલાના ફઝલુર રહેમાને ગુરુવારે આ જાહેરાત કરી. બે દિવસ પહેલા જ મુખ્ય વિપક્ષી પાર્ટીઓ પીએમએલ-એન અને પીપીપી એ સરકાર વિરુદ્ધ કોઈ પણ એકલ સંઘર્ષનો વિરોધ કર્યો હતો. સાથે જ સામાન્ય સહમતી સાધવા માટે તમામ દળોની બેઠકો બોલાવવાનો નિર્ણય કર્યો હતો.

એક પ્રેસ કોન્ફરન્સમાં ફઝલુર રહમાને કહ્યું કે, આ સરકાર બોગસ ચૂંટણીનું પરિણામ છે. અમે ડી ચોક પર એક્ઠા થશું. અમે એ લોકો નથી જેને સરળતાથી સાઈડમાં કરી શકાશે.  તેમણે વધુમાં કહ્યું કે, તમામ વિપક્ષી પાર્ટીઓ એ વાત પર સહમત છે કે, ફરી ચૂંટણી કરાવવામાં આવે જેથી ખબર પડે છે, વાસ્તવિક જનાદેશ કોને મળે છે. ફઝલુરે કહ્યું કે, તેમની પાર્ટી અન્ય તમામ પાર્ટીઓ સાથે સંપર્કમાં છે અને તેમની સાથે ચર્ચાવિચારણા કરીને નિર્ણય લઈ રહી છે.