નવી દિલ્હીઃ ગૃહ મંત્રાલયે હાલમાં જ દેશમાં કેટલીક કામગીરીને ફરીથી ખોલવા માટે માર્ગદર્શિકા જાહેર કરી છે અને એ આજથી અમલમાં આવશે. આ દિશા-નિર્દેશો મુજબ અનલોક-4 ના રૂપમાં જાહેર કરવામાં આવી છે. મેટ્રો રેલ સર્વિસ ફરીથી શરૂ થશે, ઓફિસોમાં અને મંડીઓમાં સામાજિક અંતર, તપાસ અને સ્વચ્છતા અને વારંવાર સેનેટાઇઝેશન કરવાનું રહેશે. આરોગ્ય સેતુ એપ ઇન્સ્ટોલ કરવાની રહેશે.
દેશનાં બધાં રાજ્યો અથવા કેન્દ્ર શાસિત પ્રદેશોએ ગૃહ મંત્રાલયના દિશા-નિર્દેશોનું સખતાઈથી પાલન કરવાનું રહેશે. જો કોઈ રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશ ગાઇડલાઇન્સમાં ફેરફાર કરવા માગે તો એણે પહેલાં ગૃહ મંત્રાલય સાથે વિચારવિમર્શ કરવાનો રહેશે.
અનલોક 4માં નીચીની કામીગીરીની મંજૂરી આપવામાં આવી છે.
- મેટ્રો રેલવે સેવાઓને તબક્કાવાર સાત સપ્ટેમ્બરથી ચલાવવાની મંજૂરી આપવામાં આવી છે.
- આંતરરાજ્યમાં લોકો અને માલસામાનની હેરફેર માટે કોઈ પ્રતિબંધ નથી. એ માટે કોઈ ઈ-પાસ, પરમિટ કે વિશેષ મંજૂરીની જરૂર નથી.
- 21 સપ્ટેમ્બરથી મહત્તમ 100 વ્યક્તિઓની સાથે બધાં પ્રકારનાં સામાજિક, શૈક્ષણિક, સ્પોર્ટ્સ, એન્ટરટેઇનમેન્ટ, સાંસ્કૃતિક, ધાર્મિક અને રાજકીય કાર્યક્રમો યોજવાની મંજૂરી આપવામાં આવશે.
- 21 સપ્ટેમ્બરથી ઓપન-એર થિયેટરોને ખોલવાની મંજૂરી આપવામાં આવી.
- 21 સપ્ટેમ્બરથી ઓનલાઇન શિક્ષણ –ટેલિ-કાઉન્સેલિંગ અને સંબંધિત કાર્ય માટે 50 ટકા શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓને કન્ટેઇનમેન્ટ ઝોનની બહારના વિસ્તારો સ્કૂલોને રિપોર્ટ કરવાની મંજૂરી આપવામાં આવશે.
- કન્ટેઇનમેન્ટ ઝોનમાં માત્ર આવશ્યક સર્વિસને મંજૂરી આપવામાં આવી છે.
- 30 સપ્ટેમ્બર સુધી કન્ટેઇનમેન્ટ ઝોનમાં લોકડાઉન લાગુ રહેશે.
|
અહીં એ કામકાજની યાદી છે, જે બંધ રહેશે
- દેશભરમાં સ્કૂલ, કોલેજો, શિક્ષણ અને કોચિંગ ક્લાસિસ આગામી માર્ગદર્શિકા સુધી બંધ રહેશે.
- સિનેમા હોલ, એન્ટરટેઇનમેન્ટ પાર્ક, થિયેટર અને સ્વિમિંગ પૂલ બંધ રહેશે.
- આંતરરાષ્ટ્રીય હવાઇ યાત્રા, ગૃહ મંત્રાલયની મંજૂરી વગર બંધ રહેશે.
- 65 વર્ષથી મોટી ઉંમરની વ્યક્તિઓ, સારવાર હેઠળની વ્યક્તિ, ગર્ભવતી મહિલાઓ અને 10 વર્ષથી નાની ઉંમરનાં બાળકોને આરોગ્ય લગતી સમયસ્યા સિવાય તેમને ઘરે રહેવાની સલાહ છે, જેથી તેઓ ઘરે સુરક્ષિત રહે.
|