નાગપુર: દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ઝડપથી વધી રહી છે. દેશમાં વધતા જતા કોરોનાના કેસ વચ્ચે હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવત પણ કોરોના વાઇરસની ઝપટમાં આવી ગયા છે. મોહન ભાગવત પણ કોરોના સંક્રમિત થયા છે. તેમને સારવાર માટે નાગપુરની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભાગવતને કોવિડ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. અહીં તેમની તબિયત સ્થિર છે.
राष्ट्रीय स्वयंसेवक संघ के परमपूजनीय सरसंघचालक डॉ. मोहनजी भागवत आज दोपहर कोरोना पॉज़ीटिव हुये है। अभी उन्हें कोरोना के सामान्य लक्षण हैं तथा वे सामान्य जाँच और सावधानी के नाते नागपुर के किंग्ज़वे अस्पताल में भर्ती हुए हैं।
— RSS (@RSSorg) April 9, 2021
આરએસએસના એક સૂત્રએ સંઘ વડા કોરોના સંક્રમિત થયા હોવાની પુષ્ટિ કરી છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના નવા 1.45 લાખ કેસ નોંધવામાં આવ્યા છે. મહારાષ્ટ્રમાં કોરોનાના સૌથી વધારે કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં આજથી વીક-એન્ડ લોકડાઉન પણ શરૂ થઈ ગયું છે.
મોહન ભાગવત કોરોના સંક્રમિત થયાની જાણકારી આરએસએસના અધિકૃત ટ્વીટર હેન્ડલ પર આપવામાં આવી હતી. જેમાં લખવામાં આવ્યું છે કે, “રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સરસંઘચાલક ડોક્ટર મોહન ભાગવત કોરોના સંક્રમિત થયા છે. તેમને હાલ કોરોનાનાં સામાન્ય લક્ષણો છે, સામાન્ય તપાસ અને તકેદારીના ભાગરૂપે તેમને નાગપુરની કિંગ્ઝવે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
राष्ट्रीय स्वयंसेवक संघ के सरसंघचालक आदरणीय डॉ. मोहनजी भागवत के कोरोना पॉजीटिव होने की खबर मिली। उन्हें शीघ्र स्वास्थ्य लाभ मिले ईश्वर से यही कामना करता हूं।
— Nitin Gadkari (@nitin_gadkari) April 9, 2021
કેંદ્રીય પ્રધાન નીતિન ગડકરીએ પણ ટ્વીટ કરી સંઘપ્રમુખના જલદી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી છે.