જયપુરમાં શ્રદ્ધા હત્યા કેસ જેવી દુર્ઘટના

જયપુરઃ રાજસ્થાનમાં હ્દય હચમચાવનારી ઘટના બની છે. અહીં એક સાઇકો હત્યારાએ વિધવા કાકીની નિર્મમ હત્યા કરી છે. આટલું જ નહીં, હત્યા કર્યા બાદ તેણે મૃતદેહના માર્બલ કટરથી ટુકડા કર્યા અને એને જંગલોમાં ફેંક્યા. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે અને મૃતદેહના કેટલાક ટુકડા જપ્ત કર્યા હતા.

જયપુરના વિદ્યાધરનગર વિસ્તારમાં લાલપુરિયા અપાર્ટમેન્ટ સેક્ટર-2માં શ્રદ્ધા હત્યા કેસ જેવો કેસ સામે આવ્યો છે. અહીં 11 ડિસેમ્બરે માનસિક સનકી ભત્રીજા (એન્જિનિયર) અનુજે 64 વર્ષીય કાકી સરોજ શર્માની હથોડો માટરીને હત્યા કરી હતી. ત્યાર બાદ તેણે મૃતદેહને ઠેકાણે લગાવવા માટે ગ્રાઇન્ડર મશીન ખરીદીને મૃતદેહના ટુકડા કર્યા હતા અને એને સુટકેસમાં ભરીને જંગલમાં ફેંકી દીધા હતા.

પોલીસે જણાવ્યું હતું કે સરોજ દેવીએ તેમના જેઠના પુત્ર અનુજ શર્માને એક ધાર્મિક કાર્યક્રમમાં જતા અટકાવ્યો હતો. જેથી અનુજે ગુસ્સામાં આવીને તેમની હત્યા કરી દીધી હતી. ત્યાર બાદ તેને મૃતદેહને ચાકુથી કાપવાના પ્રયાસ કર્યા, પણ હાડકાં કપાયાં નહીં, જેથી તેણે બોડીને ઠેકાણે લગાવવા માટે મશીનનો ઉપયોગ કર્યો હતો. સરોજ દેવી છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી કેન્સરપીડિત હતાં. તેમની કીમોથેરપી ચાલતી હતી.

આરોપીએ ઘરના બાથરૂમમાં મશીનથી 10 ટુકડા કર્યા અને પછી જંગલમાં પેંકી આવ્યો હતો. ત્યાર બાદ તેણે પોલીસ સ્ટેશનમાં કાકીના ગુમ થવાનો રિપોર્ટ નોંધાવ્યો હતો.