દહેરાદૂનઃ ઉત્તરાખંડમાં ત્રિવેન્દ્ર સિંહના રાજીનામા એક દિવસ પછી રાજ્યના 10મા નવા મુખ્ય પ્રધાન તરીકે તીરથ સિંહ રાવતે રાજીનામા લીધા હતા. દહેરાદૂનમાં ભાજપના પ્રદેશ ઓફિસમાં આયોજિત ભાજપના વિધાનમંડળમાં પક્ષની બેઠકમાં તીરથ સિંહ રાવતને સર્વસંમતિથી વિધાનમંડળના નેતા ચૂંટણી કાઢવામાં આવ્યા હતા. વડા પ્રધાન મોદીએ પણ તીરથ સિંહ રાવતને મુખ્ય પ્રધાન બનવા બદલ ટ્વીટ કરીને શુભકામનાઓ આપી હતી. તેમણે સાંજે ચાર કલાકે મુખ્ય પ્રધાનપદના શપથ લીધા હતા.
PM Narendra Modi congratulates new Uttarakhand CM Tirath Singh Rawat, says he brings with him vast administrative, organisational experience
— Press Trust of India (@PTI_News) March 10, 2021
ત્રિવેન્દ્ર સિંહ રાવતની પાછલા દિવસોમાં દિલ્હીમાં ભાજપના મોવડી મંડળની સાથે મુલાકાત બાદ એ અટકળો લગાવવામાં આવી રહી હતી. કે રાજ્યમાં નેતૃત્વ બદલાવાનું છે.
હવે જ્યારે નવા મુખ્ય પ્રધાનની પસદગી થઈ ચૂકી છે, ત્યારે 10 નેતા રાજ્યપાલને મળવાના છે. જેમાં તીરથ સિંહ રાવત (CM), મદન કૌશિક, અરવિંદ પાડેય, હરક સિંહ રાવત, સતપાલ મહારાજ, હરબંસ કપૂર, ગણેશ જોશી, સુબોધ ઉનિયાલ અને રમેશ પોખિયાલ ‘નિશંક’નું નામ સામેલ છે. તેઓ લો-પ્રોફાઇલ નેતા છે.રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં આશરે એક વર્ષનો સમય બચ્યો છે, ત્યારે રાજ્યને એક નવા મુખ્ય પ્રધાન મળશે.
ઉત્તરાખંડ અસ્તિત્વમાં આવ્યાનાં 20 વર્ષ અને ચાર મહિનાની અંદર રાજ્યમાં નવમા મુખ્ય પ્રધાન આજે શપથ લેશે. રાજ્યમાં એકમાત્ર નારાયણ દત્ત તિવારી એવા મુખ્ય પ્રધાન હતા, જેમણે પાંચ વર્ષનો સમયગાળો પૂરો કર્યો હતો, જ્યારે ત્રિવેન્દ્ર સિંહ રાવત આશરે ચાર વર્ષ સુધી મુખ્ય પ્રધાન રહ્યા હતા.