સરકારના આ આદેશથી આ કર્મચારીઓના ચહેરા પર સ્મિત

નવી દિલ્હીઃ વૈશ્વિક કોરોના વાઇરસ રોગચાળાના સંક્રમણે અટકાવવા માટે કેન્દ્ર સરકારે પોતાના અધિકારીઓ અને કર્મચારીઓને વર્ક ફ્રોમની સુવિધા આપી છે. આમાં ઘણા એવા કર્મચારીઓ છે, જે આઉટસોર્સ પોલિસી હેઠળ વિવિધ કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગોમાં કામ કરે છે. કોરોના સંક્રમણથી બચવા માટે તેઓ પણ અન્ય કર્મચારીઓની જેમ પોતાના ઘરેથી કામ કરતા રહેશે.

વર્ક ફ્રોમ હોમમાં પગાર મળશે કે નહીં?

જોકે શરૂમાં એ સ્પષ્ટ નહોતું કે તેમને લોકડાઉન સમયગાળા દરમિયાન વર્ક ફ્રોમનો પગાર મળશે કે નહીં? આવામાં કર્મચારીઓ ચિંતિત હતા કે તેમને પગાર નહીં મળે. હવે નાણાં મંત્રાલયના એક્સપેન્ડિચર વિભાગે સ્પષ્ટ કર્યું છે કે આઉટસોર્સ કર્મચારીઓને લોકડાઉન સમયગાળામાં ઓન ડ્યૂટી માનવામાં આવશે. સ્થાયી કર્મચારીઓની જેમ તેમને પણ પગાર મળશે.

23 માર્ચે જે ગાઇડલાઇન જારી કરવામાં આવી હતી- એના હેઠળ કેન્દ્ર સરકારનાં મંત્રાલયો, વિભાગો, સંગઠનો, સ્વાયત્ત શાખાઓને વર્ક ફ્રોમ હોમ માટે સત્તાવાર કરવામાં આવ્યાં હતાં. આવા વિભાગોમાં ઘણાબધા એવા કર્મચારીઓમાં પણ હતા, જે આઉટસોર્સ પોલિસી અંતર્ગત કામ કરી રહ્યા હતા. હાલના સમયમાં પણ એવા કર્મચારીઓ કોરોનાથી બચવા માટે પોતાના ઘરે રહે છે.

હંગામી કર્મચારીઓને હૈયાધારણ

આવા કર્મચારીઓને ઓફિસ પાસેથી જે કામ મળે છે. એને તેઓ ઘરેથી જ પતાવી દે છે. જોકે આ પહેલાં આવો કોઈ સ્પષ્ટ આદેશ નહોતો કે લોકડાઉનમાં આ કર્મચારીઓને પગાર કે ભથ્થાં મળશે કે નહીં. 22 મેએ નાણા મંત્રાલયના ખર્ચ વિભાગે એક આદેશ જારી કરીને આવા બધા હંગામી કર્મચારીઓને હૈયાધારણ આપી હતી કે તેમને લોકડાઉન સમયગાળામાં ઓન ડ્યૂટી માનવામાં આવશે. તેમના માટે જે પણ પગાર-ભથ્થાં નક્કી કરવામાં આવ્યાં છે, એ તેમને મળશે.