‘તો કોરોનાની ત્રીજી-લહેર ભારતમાં-કદાચ આવશે જ નહીં’

નવી દિલ્હીઃ અત્રેની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ (AIIMS)ના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરીયાએ કહ્યું છે કે જો ભારતમાં લોકો બરાબર કાળજી રાખશે અને વિશાળ સંખ્યામાં લોકોને કોરોનાવાઈરસ-પ્રતિરોધક રસી આપવામાં ભારત સફળ થશે તો કોરોના રોગચાળાની ત્રીજી લહેર કદાચ દેશમાં આવશે જ નહીં.

એએનઆઈ સમાચાર સંસ્થા સાથે વાતચીત કરતાં ડો. ગુલેરીયાએ કહ્યું કે બધું આપણા લોકો પર નિર્ભર કરે છે કે આપણે રોગચાળા સામે કેવી રીતે વર્તન કરીએ છીએ. જો આપણે કાળજી રાખીશું અને આપણો દેશ વિશાળ પાયે લોકોને રસી આપવામાં સફળ થશે તો ત્રીજી લહેર આપણે ત્યાં કદાચ આવશે જ નહીં અને આવશે તોય એની અસર અત્યંત ઓછી રહેશે.