રેલવેના પાટા બેસીને પબજી રમતા બે-વિદ્યાર્થીઓને ટ્રેને કચડ્યા

મથુરાઃ મોબાઇલ પર ગેમની લત ક્યારેક-ક્યારેક બહુ ભારે પડી જાય છે. ગેમ રમતાં પહેલાં પણ કેટલીય ઘટનાઓ થઈ ચૂકી છે, જેમાં બાળકો ઘટનાઓનો શિકાર થયાં છે. આ વખતે બે વિદ્યાર્થીઓ પબજી ગેમ રમતાં ઘટનાઓનો શિકાર થયાં છે.

ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લાની આ ઘટના છે. બંને વિદ્યાર્થીઓ 10મા ધોરણના છે. અહીંના બે વિદ્યાર્થીઓ પબજી ગેમ રમતાં એટલા મશગૂલ થઈ ગયા કે તેમને ટ્રેન આવવાનો પણ ખ્યાલ ના રહ્યો. બંને વિદ્યાર્થીઓને ટ્રેન કચડતી નીકળી ગઈ.

મથુરાના લક્ષ્મીનગર વિસ્તારમાં મોબાઇલ ફોન પર પબજી રમી રહેલા બે વિદ્યાર્થીઓને એક ટ્રેને કચડી માર્યા હતા, એમ પોલીસે કહ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર 18 વર્ષીય કપિલ અને 16 વર્ષીય રાહુલ દસમા ધોરણના વિદ્યાર્થીઓ છે. બંને સવારે ફરવા નીકળ્યા હતા. જમુના પાર પોલીસે સ્ટેશનના SHOએ જણાવ્યું હતું કે બંને વિદ્યાર્થીઓ બહાર ફરતા મોબાઇલમાં પબજી ગેમ રમતા હતા.

બંને વિદ્યાર્થીઓના મોબાઇલ ફોન મથુરા છાવણી અને રાયા સ્ટેશનોની વચ્ચે દુર્ઘટના સ્થળોએ મળ્યા હતા. એક મોબાઇલ ફોન ક્ષતિગ્રસ્ત થયો હતો, જ્યારે બીજા મોબાઇલ પર ગેમ રનિંગ હતો. મથુરા છાવણીના પ્રભારી જીઆરપી ડીકે દ્વિવેદીએ કહ્યું હતું કે એ સ્પષ્ટ નથી કે બંને યુવકો દોડી રહ્યા હતા. પોલીસ હાલ આ કેસની વધુ તપાસ કરી રહી છે.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]