નવી દિલ્હીઃ જમીન કૌભાંડમાં ઝારખંડના CM હેમંત સૌરેનથી પૂછપરછ માટે તેમના દિલ્હીના નિવાસસ્થાને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના અધિકારી પહોંચી ગયા છે. તેમની ધરપકડની આશંકા છે. તેઓ શનિવારે રાંચીથી અચાનક દિલ્હી રવાના થયા હતા. EDના અધિકારી અને પોલીસને તેમના નિવાસસ્થાને સોરેન નહીં મળ્યા. પોલીસ તેમનું લોકેશન માલૂમ કરી રહી છે. જોકે ઝારખંડના CM ઓફિસથી EDને 31 જાન્યુઆરી હાજર થવાની માહિતી મોકલવામાં આવી હતી.
EDથી મની લોન્ડરિંગ મામલે નવા સમન્સ મળ્યા પછી ઝારખંડના મુખ્ય મંત્રી સોરેન દિલ્હી પહોંચવા પર કેટલીય અટકળો લગાવવામાં આવી રહી છે. તેઓ દિલ્હી કાનૂની સલાહ માટે દિલ્હી પહોંચ્યા છે. મુખ્ય મંત્રી ઓફિસથી તેમની પુષ્ટિ નથી થઈ શકી. ઝારખંડની રાજધાની રાંચીમાં CM હાઉસની બહાર સુરક્ષા વધારવામાં આવી છે. તેમના નિવાસસ્થાનની બહાર અને અંદર મોટી સંખ્યામાં સુરક્ષાકર્મચારીઓ તહેનાત કરવામાં આવ્યા છે.
તેમની આ પહેલાં પૂછપરછ પહેલાં પણ થઈ ચૂકી છે અને ED રાંચીમાં આઠ કલાક તેમને સવાલ-જવાબ કર્યા હતા. EDએ થોડા દિવસ પહેલાં 10મા સમન્સ જારી કરીને તેમને 29 કે 31 જાન્યુઆરીએ હાજર થવા ફરમાન કર્યું હતું. તેમને એ પણ કહેવામાં આવ્યું હતું કે તેઓ હાજર નહીં થાય તો અધિકારીઓની ટીમ તેમની પૂછપરછ માટે પહોંચશે.મુખ્ય મંત્રી હેમંત સોરેનથી પૂછપરછ ભૂમિ કૌભાંડમાં મની લોન્ડરિંગ કૌભાંડમાં કેટલાંક મોટાં નામ જોડાયેલાં છે. EDએ અત્યાર સુધી 14 લોકોની ધરપકડ કરી છે, જેમાં 2011 બેસની IAS અધિકારી છવિ રંજન પણ સામેલ છે. તે રાજ્યના સમાજ કલ્યાણ વિભાગના ડિરેક્ટર તરીકે કાર્યરત હતી.