નવી દિલ્હીઃ વડા પ્રધાન મોદીએ રાષ્ટ્રપતિના ભાષણ પર આભાર પ્રસ્તાવની ચર્ચાનો જવાબ આપ્યો હતો. તેઓ વિકસિત ભારતની રૂપરેખા આપી રહ્યા હતા, પણ વિપક્ષ હંગામો કરી રહ્યો હતો. વડા પ્રધાને શાયરાના અંદાજમાં કહ્યું હતું કે કીચડ, તેમની પાસે હતું, મારી પાસે ગુલાલ, જે જેની પાસે હતું, તે તેણે ઉછાળ્યું. તમે જેટલો કીચડ ઉછાળશો, કમળ એટલું ખીલશે. અમારી સફળતામાં તમારું યોગદાન ભુલાવી ના શકાય, એમ તેમણે કહ્યું હતું. સાઠ વર્ષ કોંગ્રેસના પરિવારના હતા. તેમણે બધે જ ખાડા જ ખાડા કરી દીધા હતા, છછ્છ દાયકા બરબાદ કરી દીધા હતા, એમ તેમણે કહ્યું હતું.
એ સમયે નાના-નાના દેશ આગળ વધી રહ્યા હતા. દેશની જનતા સમયસ્યાઓથી ઝઝૂમી રહી હતી, પણ કોંગ્રેસની સરકારોની પ્રાથમિકતા અલગ હતી. કોઈ સમસ્યાનો કાયમી ઉકેલ ના કર્યો. આજે અમે બધી સમસ્યાઓના કાયમી ઉકેલની તરફ આગળ વધી રહ્યા છીએ, એમ તેમણે કહ્યું હતું.તેમણે કહ્યું હતું કે કેટલાક લોકો ભારતને નિરાશ કરવાના પ્રયાસ કરી રહ્યા છે. વડા પ્રધાને હંગામો કરી રહેલા સાંસદોને પણ આડે હાથ લીધા હતા. તેમણે કોંગ્રેસને દેશ વારંવાર નકારી રહ્યો છે, પણ કોંગ્રેસ પોતાના કાવતરાઓથી બાજ નથી આવતો. કોંગ્રેસના ગાંધી -નેહરુ પરિવારને નામે 600 યોજનાઓ ચાલતી હતી. આ દેશ કોઈ પરિવારની જાગીર નથી. દેશની જનતા બધું જોઈ રહી છે અને તેમને દરેક તકે સજા પણ આપી રહી છે, એમ વડા પ્રધાને જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ આર્ટિકલ 356નો દુરુપયોગ કરતાં 90 વખત ચૂંટાયેલી સરકારોને દૂર કરી હતી.
Addressing the Rajya Sabha. https://t.co/XO3F8kfkfY
— Narendra Modi (@narendramodi) February 9, 2023
વિરોધ પક્ષ સતત વડા પ્રધાનના ભાષણ દરમ્યાન સૂત્રોચ્ચાર કરી રહ્યો હતો. તેમણે તેમની સરકારની અનેક સિદ્ધિઓ વરસાવી હતી. આઝાદીથી અમારી સરકાર આવી ત્યાં સુદી માત્ર ત્રણ કરોડ ઘરોને નળથી જળ મળતું હતું, પણ છેલ્લાં ત્રણ-ચાર વર્ષોમાં 11 કરોડ ઘરોમાં નળોમાંથી જળ મળી રહ્યું છે. છેલ્લાં નવ વર્ષોમાં 48 કરોડ જનધન બેન્ક ખાતાં ખોલવામાં આવ્યાં છે.
તેમણે કહ્યું હતું કે પહેલાંની સરકારોમાં કેટલાક કલાક વીજળી આવતી હતી. ગામમાં એક થાંભલો નાખી દેવામાં આવતો હતો, પણ એક-બે કલાકથી વધુ વીજળી નહોતી આવતી. આજે અમે 22 કલાકથી વધુ વીજળી આપવાના પ્રયાસ કરી રહ્યા છે. અમે 25 કરોડથી વધુ પરિવારો સુધી ગેસ કનેક્શન પહોંચાડ્યા છે. અમે નિશ્ચિત સમયમર્યાદામાં 18,000 ગામોમાં વીજળી પહોંચાડી હતી.