નવી દિલ્હીઃ કેન્દ્ર ટેલિકોમ્યુનિકેશન ક્ષેત્રમાં ધરમૂળથી ફેરફાર કરશે, જે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ડિજિટલ મહત્ત્વાકાંક્ષા પણ છે. ટેલિકોમ ક્ષેત્રે કંપનીઓ સરળતાથી વિલીનીકરણ, વિસ્તરણ માટે સરકારી મંજૂરી-ખાસ કરીને વિવિધ વિભાગોની મંજૂરી લેવા ના પડે અને કોર્ટ કેસોમાં પણ સમય વ્યતીત ના થાય એના માટેના રસ્તા સરકાર શોધી રહી છે. જેથી સંદેશવ્યવહારપ્રધાન અશ્વિની વૈષ્ણવે ફેબ્રુઆરીમાં આ ક્ષેત્ર માટે નવા નિયમો રજૂ કરવાનું લક્ષ્ય રાખ્યું છે.
ટેલિકોમ ક્ષેત્રે હજી પણ જરીપુરાણા 1885માં ઘડવામાં આવેલા કાયદાઓથી નિયંત્રિત થઈ રહ્યું છે. આ ઉપરાંત આ ક્ષેત્ર 60-70 વર્ષ જૂના કાયદાઓથી નિયંત્રિત થઈ રહ્યું છે, એમ તેમણે કહ્યું હતું. તેમણે ભારતીય ટેલિગ્રાફ કાયદાનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે એ સરકારને આ ક્ષેત્રે કાયદાઓને ધરમૂળથી ફેરફાર કરવાના વિશેષ અધિકાર આપે છે. અમે આ ક્ષેત્રે ધરખમ ફેરફારો કરવા માગીએ છીએ.
વર્ષ 2016માં મુકેશ અંબાણીની રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિ.ના પ્રવેશની સાથે ભાવયુદ્ધ છેડાયું હતું. ત્યારે એ વખતે આ ક્ષેત્રના જૂના ખેલાડીઓએ કંપની સામે કોર્ટમાં કેસો કર્યા હતા, કેમ કે સરકારે સ્પેક્ટ્રમના ઉપયોગ માટે બેકફીસનો દાવો કર્યો હતો.
સરકારે ટેરિફ માટે એક ફ્લોર રેટ નક્કી નહીં કરે અને એ બાબત કંપનીઓએ ગ્રાહકોની સમજને આધારે નક્કી કરવા માટે મોકળું મેદાન આપશે. ભારતનું લક્ષ્ય ઓક્ટોબર-ડિસેમ્બર 2022માં 5Gની સર્વિસ શરૂ કરવાનું લક્ષ્ય છે.