અમિત શાહ શિર્ડી સાઈબાબા મંદિરે દર્શન કરવા જશે

શિર્ડીઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આવતીકાલથી મહારાષ્ટ્રની બે-દિવસની મુલાકાતે આવશે. તેઓ એહમદનગર જિલ્લામાં આવેલા યાત્રાધામ શિર્ડીસ્થિત વિશ્વપ્રસિદ્ધ સાઈબાબા મંદિરમાં દર્શન કરવા પણ જશે. મંદિર ટ્રસ્ટના એક અધિકારીએ કહ્યું કે અમિત શાહ બપોરની આરતી પૂર્વે સાઈબાબા સમાધિ મંદિરમાં દર્શન કરશે. એ વખતે નિયમિત દર્શનાર્થીઓ-શ્રદ્ધાળુઓને કોઈ અગવડ ન પડે એની તકેદારી રખાશે, કારણ કે આ મંદિરમાં દરરોજ દેશભરમાંથી અસંખ્ય શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. અમિત શાહ ભૂતકાળમાં અવારનવાર સાઈબાબા મંદિરમાં દર્શન કરવા આવતા રહ્યા છે. મંદિર ટ્રસ્ટ અમિત શાહનું મહારાષ્ટ્રીયન પરંપરા અનુસાર બહુમાન કરશે.

અમિત શાહ એહમદનગર, પુણે અને મુંબઈમાં અમુક કાર્યક્રમોમાં પણ હાજરી આપવાના છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]