જમ્મુઃ ગયા વર્ષે જૂનમાં જમ્મુમાં એર ફોર્સના ટેક્નિકલ એરપોર્ટ પર ડ્રોન હુમલા પછી સતર્ક થયેલા જમ્મુ-કાશ્મીર વહીવટી મંડળે ડ્રોન ઉડાન માટે ઇચ્છુક લોકોને દિશા-નિર્દેશ આપ્યા હતા કે સંબંધિત જિલ્લાધિકારીઓની ઓફિસોની સાથે-સાથે નજીકનાં પોલીસ સ્ટેશનોની સાથે ફરજિયાત એની વિગતો શેર કરે અને ડ્રોનનું રજિસ્ટ્રેશન કરાવે.
આ સાથે સિવિલ એવિયેશન મંત્રાલયે દેશમાં બધા લોકો માટે કે જેઓ એરક્રાફ્ટ સિસ્ટમ્સને ભાડેપટ્ટે આપવાના વ્યવસાયમાં, ઓપરેટિંગ અને એને ટ્રાન્સફર કરવા અને જાળવણી કાર્યમાં રહેલાઓને ધ ડ્રોન રૂલ્સ, 2021ને જાહેર કરી છે.
આ સરક્યુલરમાં કહેવામાં આવ્યું છે કે માનવરહિત એરક્રાફ્ટ સિસ્ટમ્સને બધા ઓપરેટરોએ ધ ડ્રોન રૂલ્સ, 2021ના નિયમોને ફરજિયાતપણે અનુસરવા પડશે. વળી, આ સર્ક્યુલરને જમ્મુ વિભાગના જિલ્લાધિકારીઓએ નજીકનાં પોલીસ સ્ટેશનો સાથે શેર કર્યો હતો, એમ જમ્મુ પ્રાંતના ડો. રાઘવ લંગરે કહ્યું હતું. વળી, સિવિલ એવિયેશન ડિરેક્ટરે પહેલેથી જ ડ્રોનના ઉપયોગ સંબંધી ડ્રોનની ઝડપ, ડ્રોનની ઊંચાઈ, વિશેષ ઓળખ નંબર વગેરેનો ઉલ્લેખ કર્યો હતો. આ આદેશમાં પ્રાઇવસીનું ઉલ્લંઘન, પ્રતિબંધિત ક્ષેત્રોમાં ઘૂસવા અને સુરક્ષાની સ્થિતિને ધ્યાનમાં રાખતાં માનવ રહિત ડ્રોન આકાશમાં ઊડવા બહુ જોખમી છે.
જમ્મુ-કાશ્મીરમાં મોટા ભાગના ડ્રોનનો ઉપયોગ લગ્ન જેવાં પ્રસંગોએ ફોટોગ્રાફી માટે કરવામાં આવે છે. આવા લગ્ન પ્રસંગોએ પણ ડ્રોનને લઈને કેટલાક દિશા-નિર્દેશ જાહેર કરવામાં આવી છે અને એમાં ડ્રોનને ઉડાડવા માટેની ઊંચાઈ પણ નક્કી કરવામાં આવી છે. વળી, પ્રતિબંધિત ક્ષેત્રમાં ડ્રોન ઉડાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે.