પાંચજન્યએ લાંચનો આરોપ મૂકતાં એમેઝોનને ‘ઈસ્ટ ઇન્ડિયા-2’ ગણાવી

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)થી જોડાયેલા સાપ્તાહિક મેગેઝિન પાંચજન્યએ અમેરિકી ઈ-કોમર્સ કંપની એમેઝોનને ઇસ્ટ ઇન્ડિયા કંપની 2.0 ગણાવતાં કહ્યું છે કે કંપનીએ અનુકૂળ સરકારી નીતિઓ માટે લાંચ તરીકે કરોડ રૂપિયાની ચુકવણી કરી છે. પાંચજન્યએ તાજા અંકમાં એમેઝોન વિશે લખતાં તીખી આલોચના કરી છે, જે ત્રીજી ઓક્ટોબરે અંક બહાર આવશે. પાંચજન્યએ આવનારા અંકમાં કવર સ્ટોરીમાં એમેઝોનની ટીકા કરી છે.

એ અંકમાં લેખ છે, જેમાં 18મી સદીમાં ભારત પર કબજો કરવા માટે ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ જે કંઈ કર્યું છે, એવી જ નીતિરીતિ એમેઝોનની દેખાઈ રહી છે. એમેઝોન ભારતીય બજારમાં પ્રભુત્વ સ્થાપિત કરવા ઇચ્છે છે અને એવું કરવા માટે કંપનીએ ભારતીય નાગરિકોની આર્થિક, રાજકીય અને વ્યક્તિગત સ્વતંત્રતા પર કબજો કરવાની પહેલ શરૂ કરી દીધી છે.

એમેઝોનના વિડિયો પ્લેટફોર્મ પ્રાઇમ વિડિયોની પણ લેખમાં ટીકા કરતાં કહેવામાં આવ્યું છે કે કંપની આ પ્લેટફોર્મ પર એવી ફિલ્મો અને વેબ સિરીઝ જારી કરી રહી છે, જે ભારતીય સંસ્કૃતિની વિરુદ્ધ છે. આ ઉપરાંત એમેઝોને કેટલીક પૂરક સંસ્થાઓની સ્થાપના કરી છે.

કંપની ફ્યુચર ગ્રુપના હસ્તાતંરણ માટેની કાયદાકીય લડાઈમાં ફયાઈ ગઈ છે અને કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા (CCI) દ્વારા તપાસનો સામનો કરી રહી છે. કંપની ભારતમાં પોતાના કાનૂની પ્રતિનિધિઓ ચૂકવવામાં આવેલી લાંચની તપાસ કરી રહી છે અને કંપનીએ 2018-20માં દેશમાં પ્રભુત્વ જાળવી રાખવા કાનૂની ખર્ચમાં રૂ. 8546 કરોડ અથવા 1.2 અબજ ડોલર ખર્ચ કર્યા છે. કોંગ્રેસ પણ એમેઝોનથી જોડાયેલા લાંચ મામલે સુપ્રીમ કોર્ટની નિગરાનીમાં તપાસની માગ કરી છે.