ઍર ઇન્ડિયાનું ડિસઇન્વેસ્ટમેન્ટ નાણાકીય વર્ષ 2021-22માં પૂરું કરવાની જાહેરાત કેન્દ્રીય બજેટમાં કરવામાં આવી છે. નાણાપ્રધાને જાહેર કર્યા મુજબ આ સરકારી ઍરલાઇન્સના નાણાકીય પુનઃ ઘડતર માટે રચાયેલા સ્પેશિયલ પર્પઝ વેહિકલ માટે 2,268 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવશે.
આજની તારીખે ઍર ઇન્ડિયાના ડિસઇન્વેસ્ટમેન્ટની પ્રક્રિયા ચાલી રહી છે. અનેક એન્ટિટીઝે તેની ખરીદી માટે એક્સપ્રેશન ઑફ ઇન્ટરેસ્ટ જાહેર કર્યાં છે. સરકાર પાત્ર ખરીદદારનાં નામો આગામી સપ્તાહોમાં જાહેર કરે એવી સંભાવના છે. બજેટના દસ્તાવેજોમાં કહેવાયું છે કે ઍર ઇન્ડિયા ઍસેટ હોલ્ડિંગ લિમિટેડ નામે સ્પેશિયલ પર્પઝ વેહિકલની સ્થાપના કરવામાં આવી છે. ઍર ઇન્ડિયાની સાથે સાથે પવનહંસ કંપનીનું પણ ડિસઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવશે. ઉપરાંત, ટિઅર 2અને ટિઅર 3 શહેરોમાંનાં ઍરપોર્ટ ઑથોરિટી ઑફઇન્ડિયા સંચાલિત બે ઍરપોર્ટ્સ ખાતેની ઍસેટ્સનું પણ વેચાણ કરીને નાણાં પ્રાપ્ત કરવામાં આવશે.