આંદોનલકારી ખેડૂતો દ્વારા 6ઠ્ઠી-ફેબ્રુઆરીએ ત્રણ-કલાકનો દેશવ્યાપી ચક્કાજામ

નવી દિલ્હીઃ ખેડૂતોના સંગઠનોએ જાહેરાત કરી છે કે તેઓ કેન્દ્રીય કૃષિ કાયદાઓની વિરુદ્ધમાં જ્યાં આંદોલન કરી રહ્યાં છે તે વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવતા, પાણી અને વીજળી સપ્લાયમાં કાપ મૂકાતા અને મોબાઈલ શૌચાલયોને દૂર કરવામાં આવી રહ્યાં હોવાના વિરોધમાં તેઓ આવતી 6 ફેબ્રુઆરીએ દેશભરમાં ચક્કાજામ આંદોલન કરશે. એ દરમિયાન તેઓ ત્રણ કલાક માટે રાષ્ટ્રીય અને રાજ્યોમાંના હાઈવે પર ટ્રાફિક રોકશે. ખેડૂતોની ફરિયાદ છે કે સત્તાવાળાઓ એમની સતામણી પણ કરે છે.

ખેડૂત સંગઠનોએ જાહેરાત કરી છે કે 6 ફેબ્રુઆરીએ બપોરે 12થી 3 વાગ્યા સુધી ત્રણ કલાક માટે તેઓ રસ્તાઓ બ્લોક કરશે. કેન્દ્રીય બજેટ-2021માં ખેડૂતોની અવગણના કરવામાં આવી છે એવો પણ તેમનો આક્ષેપ છે.