સંરક્ષણ બજેટમાં મામૂલી વૃદ્ધિ

વર્ષ 2021-22ના કેન્દ્રીય બજેટમાં સંરક્ષણ ક્ષેત્ર માટેની જોગવાઈ પાછલા વર્ષના 4.71 લાખ કરોડ રૂપિયાથી વધારીને 4.78 લાખ કરોડ રૂપિયા કરી છે. સંરક્ષણ મંત્રાલય દ્વારા ચૂકવાતા પેન્શન સિવાયના ખર્ચની રકમ 3.62 લાખ કરોડ રૂપિયા રાખવામાં આવી છે.

નાણાપ્રધાન નિર્મલા સીતારામને બજેટ ભાષણમાં જાહેર  કર્યા મુજબ નવાં શસ્ત્રો, વિમાનો, યુદ્ધજહાજો અને અન્ય શસ્ત્રસરંજામ માટે કુલ 1.35 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.

પાછલા નાણાકીય વર્ષમાં મૂડીગત ખર્ચ 1.13 લાખ કરોડ રૂપિયા હતો.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]