નવી દિલ્હીઃ કેન્દ્રીય કૃષિપ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે મહારાષ્ટ્રના એક કાર્યક્રમમાં કહ્યું હતું કે દેશમાં લાખો ખેડૂતોના વિરોધ પ્રદર્શન પછી ગયા મહિને સરકાર દ્વારા પરત ખેંચાયેલા ત્રણે કૃષિ કાયદાને ફરીથી રજૂ કરી શકાય છે. કેન્દ્રીય પ્રધાન તોમરે વિવાદાસ્પદ કાયદાઓને ખતમ કરવા માટે કેટલાક લોકોને દોષી ઠેરવ્યા હતા. સંસદમાં જે રીતે આ કાયદાઓને વિના ચર્ચાએ અને પસાર કરવામાં આવ્યા હતા, એ જ રીતે એને પરત લેવામાં આવ્યા હતા. કૃષિપ્રધાનના નિવેદનથી એક સંકેત મળી રહ્યા છે કે આ કાયદાઓને સરકાર ફરીથી રજૂ કરી શકે છે.
તેમણે કહ્યું હતું કે અમે કૃષિ સંશોધન કાયદા લાવ્યા, પરંતુ કેટલાક લોકોને એ કાયદા પસંદ ન આવ્યા.એ સ્વતંત્રતાનાં 70 વર્ષ પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એક મોટો સુધારો હતા., પણ સરકાર નિરાશ નથી. અમે એક પગલું પાછળ ખેંચ્યું છે, અમે ફરી આગળ વધીશું, કેમ કે ખેડૂતો ભારતની કરોડરજ્જુ છે.
Will farm laws make a come-back??? Union agri minister Narendra Tomar @nstomar drops hint during the inauguration of Agro Vision Expo in Nagpur on Friday. @ndtv pic.twitter.com/HDvateXQ6h
— Mohammad Ghazali (@ghazalimohammad) December 25, 2021
વડા પ્રધાન મોદીએ યુપી અને પંજાબમાં વિધાનસભાની ચૂંટણી પહેલાંના થોડા મહિના પહેલાં બધાને આશ્ચર્યમાં મૂકતાં કૃષિ કાયદા પરત ખેંચવાની ઘોષણા કરી હતી. વડા પ્રધાન અને કૃષિધાન સહિત વરિષ્ઠ હસ્તીઓના ત્રણ કાયદાઓનો બચાવ કરતા પ્રદર્શનકારી ખેડૂતો પર નિશાન સાધતાં જોવા મળ્યા, પણ સરકારના આ એલાન પછી સવાલ ઊભા થવા લાગ્યા છે. વિપક્ષે આ પગલું ચૂંટણીલક્ષી ગણાવ્યું હતું.