જમ્મુઃ સ્વતંત્રતા દિવસ-15 ઓગસ્ટના એક દિવસ પહેલાં જમ્મુ-કાશ્મીર પોલીસને મોટી સફળતા મળી છે. સુરક્ષા દળો અને જમ્મુ-કાશ્મીર પોલીસના જવાનોએ શનિવારે સ્વતંત્રતા દિવસ પહેલાં મોટા આતંકવાદી કાવતરાને નિષ્ફળ બનાવ્યું છે. જમ્મુએ જૈશ-એ-મોહમ્મદ (JEM)ના ચાર આતંકવાદી ધરપકડ કરી છે. જૈશના આતંકવાદીનું નામ ઇઝહાર ખાન બતાવવામાં આવ્યું છે. આ આતંકવાદીઓએ પાનીપત રિફાઇનરીનો વિડિયો પાકિસ્તાનને મોકલ્યો હતો.
સુરક્ષા દળોએ ચાર આતંકવાદી અને તેમના સહયોગીઓની ધરપકડ કરીને જૈશ-એ-મોહમ્મદનું એક મોડ્યુલનો ભાંડો ફોડ્યો છે. તેમને સ્વતંત્રતાની પૂર્વસંધ્યાએ એક વાહનમાં IED લગાવીને હિંસા કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું, એમ અધિકારીઓએ કહ્યું હતું.
જમ્મુ પોલીસે ઉત્તર પ્રદેશના રહેવાસી સહિત જૈશના ચાર આતંકવાદીઓ અને તેમના સહયોગીઓની ધરપકડ કરી છે. તેઓ ડ્રોન દ્વારા ફેંકવામાં આવેલા હથિયારો એકત્ર કરીને કાશ્મીર ખીણમાં JEMના સક્રિય આંતકવાદીઓને પહોંચાડવા માટે ષડયંત્ર રચી રહ્યા છે. તેઓ 15 ઓગસ્ટથી પહેલાં જમ્મુમાં વાહનમાં IED લગાવીને દેશના અન્ય ભાગોમાં મહત્ત્વનાં લક્ષ્યો પાર પાડવાની યોજના બનાવી રહ્યા હતા.
જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળો અને પોલીસના જવાનોએ JEMના મોડ્યુલનો પર્દાફાશ કર્યા છે. JEM ચારો આતંકવાદી કાશ્મીર ખીણમાં હથિયાર સપ્લાય કરતા હતા. આ આતંકવાદી અયોધ્યામાં રામ મંદિરની જાસૂસી કરવાના નિર્દેશ પણ આપવામાં આવ્યા હતા. આતંકવાદી ઇઝહાર ખાનને પાકિસ્તાની કમાન્ડરે નિર્દેશ આપ્યા હતા. આ ધરપકડ કરવામાં આવેલા આતંકવાદીમાંથી એક યુપીના શામલીનો રહેવાસી છે.
પ્રવકતાએ જણાવ્યું હતું કે JEMના સભ્ય મુંતજિર મંઝૂર ઉર્ફે સૈફુલ્લાને આ કડીમાં સૌથી પહેલી ધરપકડ કરવામાં આવ્યો હતો.