બધી મસ્જિદની જગ્યાએ મંદિર બનાવવામાં આવેઃ ભાજપ નેતા

બેંગલુરુઃ કર્ણાટકમાં ભાજપને વિધાનસભાની ચૂંટણીમાં મળેલી હાર પછી આપસી મતભેદ સામે આવવા લાગ્યા છે. કર્ણાટકના ભાજપ એકમના કેટલાક નેતાઓએ વિધાનસભાની ચૂંટણીમાં પક્ષની હાર માટે એડજસ્ટમેન્ટ રાજકારણને જવાબદાર ગણાવ્યું છે. વરિષ્ઠ ભાજપના નેતા અને કર્ણાટક સરકારના ભૂતપૂર્વ મંત્રી કેએસ ઇશ્વરપ્પાએ વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે મસ્જિદો તોડીને મંદિર બનાવવામાં આવે. જ્યાં મોગલોએ મંદિરો તોડીને મસ્જિદ બનાવી હતી, એ બધી જગ્યાએ મસ્જિદો તોડીને મંદિર બનાવવામાં આવે.

આ પહેલાં એપ્રિલમાં તેમણે કહ્યું હતું કે અજાન શિરદર્દ છે. ચૂંટણી સભાને સંબોધતાં જ્યારે ભાષણ દરમ્યાન અજાન થવા લાગી, ત્યારે તેમણે કહ્યું હતું કે એ અજાન શિરદર્દ છે. એ વખતે તેઓ ચર્ચામાં આવ્યા હતા. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ હિન્દુ ધર્મથી નફરત કરે છે. જો મુસલમાન ના હોત તો કોંગ્રેસ પાર્ટી ખતમ થઈ ગઈ હોત. કોંગ્રેસ માટે મુસ્લિમ તેમનો પરિવાર છે. કર્ણાટકમાં માત્ર મુસલમાનોને કારણ સત્તામાં આવી છે.

જોકે આ વર્ષે એપ્રિલમાં ઇશ્વરપ્પાએ ચૂંટણી રાજકારણમાંથી સંન્યાસનું એલાન કર્યું હતું. એ પહેલાં તેમણે કહ્યું હતું કે પાર્ટીમાં શિસ્ત ઓછી છે. એ માટે પાર્ટીના અધ્યક્ષે જરૂરી પગલાં લેવાં જોઈએ. જે પછી પાર્ટીની અંદરથી આંતરિક કલહ બહાર આવવા લાગ્યો હતો, પણ ભાજપના હાઇ કમાન્ડ મજબૂત છે.  કોંગ્રેસનો પ્રભાવ આ કલહ માટે જવાબદાર છે. જોકે જે રીતે ખુલ્લેઆમ ભાજપમાં ચર્ચા થઈ રહી છે, એના કરતાં બંધ રૂમમાં એ કલહની વાતો થવી જોઈએ, ઓમ તેમણે કહ્યું હતું.