હિન્દુ બાળકોને મદરેસાઓમાં ઇસ્લામ ધર્મનું શિક્ષણઃ NCPCR

નવી દિલ્હીઃ નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સે (NCPCRએ) ખુલાસો કર્યો છે કે ઉત્તરાખંડમાં કેટલીય એવી મદરેસાઓ મળી છે, જ્યાં હિન્દુ બાળકોને ઇસ્લામ ધર્મનું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ સંદર્ભે NCPCR  રાજ્યમાં બધા જિલ્લાધિકારીઓને દિલ્હી બોલાવવાની તૈયારીમાં છે.

NCPCRના અધ્યક્ષ પ્રિયંક કાનૂનગોએ ટીમ પંચના અધ્યક્ષ કાનૂનગોએ બાળકોના અધિકારોને લઈને રાજ્યના 14 વિભાગોની સાથે સમીક્ષા બેઠક કરી હતી. તેમણે ટીમની સાથે દહેરાદૂનની અનેક મદરેસાઓનું સરપ્રાઇઝ પર ઇન્સેપ્શન કર્યું હતું. આ મદરેસાઓમાં તેમને ઘણી અનિયમિતતાઓ જોવા મળી હતી. પંચને દહેરાદૂનમાં પણ કેટલીક એવી મદરેસાઓ મળી હતી, જ્યાં અન્ય રાજ્યોમાંથી બાળકો લાવીને મદરેસાઓમાં રાખવામાં આવ્યાં હતાં.

પંચના અધ્યક્ષ કાનૂનગોએ પત્રકારોને જણાવ્યું હતું કે શિક્ષણ વિભાગ અને અલ્પસંખ્યક પંચની મિલીભગતને કારણે રાજ્યની 400થી વધુ મદરેસાઓ ગેરકાયદે રીતે ચાલી રહી છે. પંચે જે પણ અનિયમિતતાઓ મળી એના પર પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતું. આ મદરેસાઓ પર પંચ તરફથી કાર્યવાહી કરવામાં આવશે.

હિન્દુ બાળકોને ઇસ્લામ ધર્મનું શિક્ષણ

કાનનૂગોએ જણાવ્યું હતું કે NCPCRની ટીમે જ્યારે ઓચિંતી તપાસ હાથ ધરી હતી, ત્યારે ધ્યાનમાં આવ્યું હતું કે તેમને એવી મદરેસાઓ મળી હતી, જેમાં હિન્દુ બાળકોને પણ ઇસ્લામ ધર્મનું શિક્ષણ આપવામાં આવતું હતું.