સૂરીનામના રાષ્ટ્રપતિને મિલિટ્રી કોર્ટે ફટકારી 20 વર્ષની સજા

પૈરામારિબોઃ સૂરીનામના રાષ્ટ્રપતિ ડેજી બોઉટર્સને એક સૈન્ય કોર્ટે પોતાના રાજનૈતિક પ્રતિસ્પર્ધીઓની હત્યાના મામલે દોષીત ગણાવ્યા છે. મિલિટ્રી કોર્ટે બોઉટર્સને 20 વર્ષની કેદની સજા સંભળાવી છે. 1982 માં જ્યારે બોઉટર્સ દક્ષિણ અમેરિકાના તાનાશાહ હતા, તે સમયે તેમના પર રાજનૈતિક હરીફોની હત્યાનો મામલો નોંધાયો હતો.

આ કેસ ખૂબ લાંબો ચાલ્યો હતો. આને લઈને છ લોકોના મોત થયા છે. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ બોઉટર્સના કાર્યકાળમાં 13 નાગરિકો અને બે સૈન્ય અધિકારીઓની હત્યા થઈ હતી. આ મામલામાં બોઉટર્સના વકીલ ઈરવિન કૈનહઈએ કહ્યું કે રાષ્ટ્રપતિ અત્યારે ચીન યાત્રા પર છે અને આવતા સપ્તાહે પાછા આવ્યા બાદ નિર્ણય વિરુદ્ધ અપીલ કરશે. તેમણે કહ્યું કે હત્યા મામલે દોષીત ગણવામાં આવેલા જોન પર બોઉટર્સનો કાર્યકાળ પર સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે અને તેના તેમની છાબી પણ ખરડાઈ છે.

આ વચ્ચે બોઉટર્સે આ આરોપોનું ખંડન કર્યું છે. તેમણે કહ્યું કે માર્યા ગયેલા લોકોને સીઆઈએની મદદથી તખ્તાપલટ વિરુદ્ધ કાર્યવાહીનું ષડયંત્ર રચવાના મામલે પકડવામાં આવ્યા હતા અને ભાગવાના પ્રયત્નો દરમિયાન તેમને ગોળી મારવામાં આવી હતી.