જીડીપી મુદ્દે અશોક ગેહલોતના કેન્દ્ર પર પ્રહાર

જયપુર: દેશની અર્થવ્યવસ્થામાં ચાલી રહેલી આર્થિક મંદીને લઈને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત કેન્દ્ર સરકારને અર્થવ્યવસ્થાને મોરચે સંદતર નિષ્ફળ ગણાવતા કહ્યું કે, આ આર્થિક મંદી નથી તો શું છે? ગેહલોતે ટ્વીટ કર્યું કે, વર્તમાન નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં ભારતનો જીડીપી વૃદ્ધિ દર ઘટીને 4.5 ટકા રહી ગયો છે, જે છેલ્લા 6 વર્ષનું સૌથી નિમ્ન સ્તર છે. સતત પાંચમાં ત્રિમાસિકમાં જીડીપીમાં ઘટાડો નોંધાયો છે. ગેહલોત એ #GDPkeBureDin હેશટેગ સાથે લખ્યું કે, આ આર્થિક મંદી નથી તો શું છે?

ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય સ્ટેસ્ટિક્સ ઓફિસે શુક્રવારે વૃદ્ધિ દર સંબંધી આંકડા જાહેર કર્યા જે અનુસાર જુલાઈ-સપ્ટેમ્બરના બીજા ત્રિમાસિકમાં જીડીપી વૃદ્ધિ દર ઘટીને 4.5 ટકા રહી ગયો. ગેહલોતે લખ્યું કે, એનડીએ સરકારના બીજા કાર્યકાળના પ્રથમ છ મહિના અર્થવ્યવસ્થાના મારચે સંદતર નિષ્ફળના રૂપમાં ગણાવી શકાય છે. જીપીડી નીચે જઈ રહ્યો છે, અર્થવ્યવસ્થાના તમામ ક્ષેત્રોમાં ઘટાડો નોંધાયો છે, ગ્રામીણ અર્થવ્યવસ્થા પડી ભાગી છે અને બેરોજગારીમાં સતત વધારો થઈ રહ્યો છે. તેમ છતા સરકાર સ્વીકારવા તૈયાર નથી કે તેમની ભૂલ ભરેલી નીતિઓને કારણે અર્થવ્યવસ્થા નષ્ટ થઈ રહી છે.

ગેહલોત અનુસાર કેન્દ્ર સરકાર અર્થવ્યવસ્થાના સંચાલન મામલે નિષ્ણાંતોનો અભિપ્રાય પણ નથી લેવા માગતી. તેમણે કહ્યું કે, તેઓ પાસે જ્ઞાનનો અભાવ છે અને તેઓ નિષ્ણાતોની સલાહ લેતા નથી.” સંપત્તિનું વેચાણ કરવું અને નાણાંના ભંડારને ખાલી કરવું એ એકમાત્ર ઉપાય તેમને દેખાઈ છે.

આ સ્થિતિમાં દેશની અર્થતંત્રને પાંચ ટ્રીલિયન ડોલરનું બનાવવાના કેન્દ્રના દાવા પર કોણ વિશ્વાસ કરશે. ગેહલોત અનુસાર નોટબંધીની જાહેરાત બાદ પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહે ચેતવ્યા હતા કે, આના કારણે જીડીપીમાં ઓછામાં ઓછો 2 ટકાનો ઘટાડો આવશે. હવે તેમની ચેતવણી સાચી સાબિત થઈ રહી છે.