લોકડાઉન વચ્ચે ય ચીન સરહદ પરનો આ પુલ ફરી તૈયાર

ગૌહાટીઃ કોરોના વાઇરસના રોગચાળાને લીધે દેશભરમાં જારી લોકકડાઉન (કોવિડ-19 લોકડાઉન) છતાં ભારતે રેકોર્ડ સમયમાં ચીન સરહદની પાસે વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ એક પૂલ ફરીથી ચાલુ કર્યો છે. આનાથી સૈનિકોની આવ-જા સરળતાથી થઈ શકશે અને અંતરિયાળ વિસ્તારોમાં રહેતા લોકોને આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો પણ સહેલાઈથી મળી શકશે.અરુણાચલ પ્રદેશના ઉપરી સુબાનસિરી જિલ્લાના દાપારિજોમાં સુબાનસિરી નદી પર બનાવવામાં આવેલા આ પુલનું નામ અશોક ચક્રવિજેતા ભારતીય સેનાના એક બહાદુર સૈનિક હંગપમ દાદા પર રાખવામાં આવ્યું છે, તેઓ જમ્મુ-કાશ્મીરમાં આંતકવાદીઓ સામે લડતાં-લડતાં શહીદ થયા હતા.

રાજ્યના મુખ્ય પ્રધાને પૂલનું ઉદઘાટન કર્યું

અરુણાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન પેમા ખાંડુ દ્વારા આ પુનર્નિમિત પૂલનું ઉદઘાટન વિડિયો કોન્ફરન્સિંગ કરવામાં આવ્યું હતું. આ પૂલ નબળો હોવાથી તૂટી ગયો હતો અને જોખમી બની જતાં સુરક્ષાનાં કારણોસર વાહનોની અવરજવરને અટકાવી દેવામાં આવી હતી. આ પૂલ દાપારિજો અને સુબાનસિરી નદીની બીજી બાજુ સ્થિત અન્ય ગામો માટે કનેક્ટિવિટી એકમાત્ર આ પૂલ જ હતો. આ સિયાંગ બેલ્ટના ઉપરી સુબાનસિરીને પણ જોડે છે.

આ પૂલની મરામતનું મુશ્કેલ અને ખતરનાક કાર્ય પૂરું

દાપારિજો નદી પરનો આ પૂલ ભારત અને ચીનની વચ્ચે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC)ની પાસે આ એક વ્યૂહાત્મક લિન્ક છે. બધો માલસામાન, કરિયાણું, બાંધકામ સામગ્રી અને દવાઓ આ પૂલ પરથી પસાર થાય છે. જૂના પૂલમાં પણ તિરાડો પડી ગઈ હતી, જેને કારણે 1992માં એક મોટી ઘટના બની હતી. એ સમયે પ્રવાસીઓ ભરેલી બસ પૂલથી પડી ગઈ હતી, જે અકસ્માતમાં બધા પ્રવાસીઓ માર્યા ગયા હતા. બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન (BRO)એ કોવિડ-19ના રોગચાળાની વચ્ચે તમામ સાવધાનીઓનું પાલન કરતાં રેકોર્ડ સમયમાં આ પૂલની મરામતનું મુશ્કેલ અને ખતરનાક કાર્ય પૂરું કર્યું હતું.

આશરે એક મહિનામાં પૂલનું નિર્માણ

મુખ્ય પ્રધાન પેમા ખાંડેએ કહ્યું હતું કે અત્યારે હવે વ્યૂહાત્મક રીતે મહત્ત્વના એના 430 ફૂટ મલ્ચિ-સ્પૈનનું કામ પૂરું થયું છે. જેથી દાપારિજો અને એની આસપાસનાં 451 ગામોની સાથે-સાથે LACની સાથે એ બધાં સ્થળો પર જ્યાં સુરક્ષા દળો તહેનાત છે, હવે આ પૂલના નિર્માણ સાથે વિના મુશ્કેલીએ વાહનવ્યવહારની સુવિધાને મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્ર સરકારે પાસે રાજ્ય સરકારે આ પૂલના પુનર્નિમાણનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ પુનર્નિમાણ કાર્યને પછીથી પ્રોજેક્ટ ARUNANK હેઠળ બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનને સોંપવામાં આવ્યું હતું. જેણે રાજ્યના લોક નિર્માણ વિભાગ દ્વારા 17 માર્ચ, 2020થી કામ શરૂ કરવામાં આવ્યું હતું.