શ્રીકૃષ્ણ જન્મભૂમિ મામલે ત્રીજો કેસ કોર્ટમાં પહોંચ્યો

મથુરાઃ અયોધ્યામાં રામ જન્મભૂમિનો વિવાદ જ્યાં સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી પૂરો થઈ ગયો છે, ત્યાં મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિની માલિકીના હકનો લઈને ત્રીજો દાવો બુધવારે બપોરે સિવિલ જજ સિનિયર ડિવિઝન નેહા બનોદિયાની કોર્ટમાં કરવામાં આવ્યો હતો. મોડી સાંજે કોર્ટે કેસ નોંધવાનો આદેશ આપ્યો હતો. આ કેસની આગામી સુનાવણી 22 જાન્યુઆરીએ થશે.

ઠાકુર કેશવ દેવ મહારાજ વિરાજમાન મંદિર કટરા કેશવદેવ સહિત પાંચ લોકોએ આ કેસ નોંધાવ્યો છે. બુધવારની બપોરે સામાજિક સંસ્થા યુનાઇટેડ હિન્દુ ફ્રન્ટ ધર્મ રક્ષા સંઘે અને શ્રીકૃષ્ણ જન્મભૂમિની માલિકીનું સંકુલની તરફેણ કરનારાઓએ 1968માં કરવામાં આવેલા સોગંદનામાની માગને લઈને સિવિલ જજ સિનિયર ડિવિઝન નેહા બનોદિયાની કોર્ટમાં દાવો કર્યો હતો. બુધવારે મોડી સાંજે ચુકાદો આપતાં કેસ નોંધવાનો આદેશ આપ્યો હતો.

એડવોકેટ મહેન્દ્ર પ્રતાપ સિંહે જણાવ્યું હતું કે વિપક્ષી પાર્ટી સામાજિક સંસ્થા દ્વારા સિનિયર ડિવિઝન સિવિલ જજની કોર્ટમાં દાવો દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં શાહી ઇદગાહ કમિટી, સુન્ની વકફ બોર્ડ, શ્રીકૃષ્ણ જન્મભૂમિ સેવા સંસ્થાન અને જન્મભૂમિ મામલાને લઈને દાવો નોંધવામાં આવ્યો હતો.