નવી દિલ્હીઃ કર્ણાટકમાં 13 મેએ વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો આવ્યાં હતાં. ચૂંટણીમાં કોંગ્રેસે પ્રચંડ જીત હાંસલ કરી હતી અને ભાજપને સત્તામાંથી દૂર કરી હતી. કોંગ્રેસે ચૂંટણી પહેલાં CMનો ચહેરો ઘોષિત નહોતો કર્યો. આવામાં કોંગ્રેસના હાઇ કમાન્ડે બંને નેતાઓને દિલ્હી બોલાવ્યા હતા. ચાર દિવસના મંથન અને અનેક બેઠકો પથી પણ નામ પર સહમતી નહોતી બની.
જોકે કર્ણાટકમાં મુખ્ય પ્રધાનને લઈને ચાર દિવસથી જારી ક્યાસોનો દોર હવે ખતમ થયો છે. સિદ્ધારમૈયા જ કર્ણાટકના નવા મુખ્ય પ્રધાન હશે. તેઓ આવતી કાલે મુખ્ય પ્રધાનપદના શપથ લે એવી શક્યતા છે. ડીકે શિવકુમારને મહત્ત્વનાં મંત્રાલયોની સાથે ડેપ્યુટી મુખ્ય પ્રધાનપદ ઓફર કર્યું હતું. આવતી કાલે બેંગલુરુમાં વિધાનસભ્યોની બેઠક પણ થશએ. જોકે આજે ડીકે શિવકુમાર પણ રાહુલ સાથે મુલાકાત કરશે.
કોંગ્રેસના કર્ણાટકમાં સૌથી મોટા નેતાઓમાંના એક છે. તેમને પહેલેથી જ મુખ્ય પ્રધાનપદ માટે ડીકે શિવકુમારથી વધુ મજબૂત દાવેદાર માનવામાં આવ્યા હતા. સિદ્ધારમૈયાએ રાજકીય જીવનમાં 12 ચૂંટણી લડી છે અને એમાંથી નવમાં જીત હાંસલ કરી છે.
સિદ્ધારમૈયા મુખ્ય પ્રધાન રહ્યા હતા. તેઓ આ પહેલાં 1994માં જનતા દળ સરકારમાં કર્ણટકમાં ઉપ-મુખ્ય મંત્રી હતા. તેમની વહીવટી પકડ મજબૂત છે. તેમની સામે ભ્રષ્ટાચારનો કોઈ મામલો પણ નથી, જ્યારે ડીકે શિવકુમારની સામે અનેક કેસો ચાલી રહ્યા છે. તેઓ જેલમાં પણ જઈ ચૂક્યા છે. સિદ્ધારમૈયા અને ડીકે –બંનેને ગાંધી પરિવારની નજીકના માનવામાં આવે છે. તેઓ ખડગેની પણ નજીકના વ્યક્તિ પણ છે.