કોંગ્રેસના મુસ્લિમ MLA ઝારખંડમાં હનુમાનજીનું સૌથી મોટું મંદિર બનાવશે

રાંચીઃ કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં બજરંગ બલીનો મુદ્દો ખૂબ ચગ્યો હતો. કોંગ્રેસે કર્ણાટકની ચૂંટણીમાં ઐતિહાસિક જીત થઈ હતી. હવે કોંગ્રેસના સસ્પેન્ડેડ વિધાનસભ્ય ઇરફાન અન્સારીએ પોતાના વિધાનસભા ક્ષેત્ર જામતાડામાં દેશનું સૌથી મોટું હનુમાન મંદિર બનાવવાની ઘોષણા કરી છે.

અંસારીના જણાવ્યા મુજબ કર્ણાટક ચૂંટણીમાં પાર્ટીની પ્રચંડ જીત પછી ભગવાન હનુમાનમાં તેમની આસ્થા વધી ગઈ છે. તેમણે તરત હનુમાન મંદિરમાં દર્શન કર્યા હતા અને આભાર વ્યક્ત કર્યો હતો. તેમનું માનવું છે કે હનુમાનજી બધાના છે.

ખાસ કરીને અન્સારીને કોંગ્રેસના અન્ય બે વિધાનસભ્યોની સાથે કોલકાતામાં તેમના વાહનમાં રૂ. 50 લાખની રોકડ સાથે ધરપકડ કર્યા પછી ઝારખંડમાં JMMની નેતૃત્વવાળી ગઠબંધનની સરકારને પાડવા માટે કાવતરું રચવાના આરોપમાં તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

તેમણે કહ્યું હતું કે કર્ણાટક ચૂંટણીમાં જીત મળ્યા પછી ભગવાન હનુમાનમાં મારો વિશ્વાસ વધી ગયો છે અને એટલે ઘોષણા કરું છું કે દેશમાં ભગવાન હનુમાનનું સૌથી મોટું મંદિર બનાવીશ. આ મંદિર માટે નાણાની વ્યવસ્થા વિશે પૂછવામાં આવતાં તેમણે કહ્યું હતું કે ભલે મારે મારી કિડની વેચવી પડે, પણ હું મંદિરનું નિર્માણ કરીશ. જોકે તેમણે ધર્મને નામે રાજકારણ કરવાવાળાઓને ચેતવ્યા હતા. મંદિર માટે સતસાલ ના રૂપે જમીન નક્કી કરવામાં આવી છે અને ટૂંક સમયમાં એનું બાંધકામ શરૂ કરવામાં આવશે.

કર્ણાટક ચૂંટણીમાં કોંગ્રેસે ઘોષણાપત્રમાં વચન આપ્યું હતું કે પાર્ટી સત્તા પર આવશે તો એ બજરંગ દળ પર પ્રતિબંધ લગાવશે, જેથી બજરંગ દળ પર પ્રતિબંધનો મુદ્દો ભાજપે ખૂબ ચગાવ્યો હતો.