નવી દિલ્હીઃ ઓડિશાના બાલાશોર જિલ્લામાં શુક્રવારે થયેલી રેલવે દુર્ઘટનામાં કમસે કમ 280 લોકોનાં મોત થયાં હતાં, જ્યારે આશરે 1000 યાત્રીઓ ઘાયલ થયા હતા. આ રેલવે દુર્ઘટના સૌથી રેલવે દુર્ઘટનાઓ પૈકીની એક છે. છેલ્લા 10 વરષોમાં કમસે કમ સાત મોટી રેલવે દુર્ઘટનાઓ બની ચૂકી છે.
છેલ્લાં 10 વર્ષોમાં મુખ્ય રેલ દુર્ઘટનાઓ પર એક નજરવર્ષ 2012: 22 મેએ એક માલગાડી અને હુબલી-બેંગલોર હમ્પી એક્સપ્રેસ આંધ્ર પ્રદેશની નજીક અથડાઈ હતી. ટ્રેનના ચાર ડબ્બા પાટા પરથી ખડી પડ્યા હતા અને એમાંથી એકમાં આગ લાગવાને કારણે 25 લોકોનાં મોત થયાં હતાં અને આશરે 43 જણ ઘાયલ થયા હતા.
વર્ષ 2014: 26 મેએ ઉત્તર પ્રદેશના ખલીલાબાદ સ્ટેશનની પાસે ગોરખધામ એક્સપ્રેસથી માલગાડી અથડાઈ હતી, જેમાં 25 લોકોનાં મોત થયાં હતાં અને 50થી વધુ ઘાયલ થયા હતા.
વર્ષ 2016: 20 નવેમ્બરે ઇન્દોર-પટના એક્સપ્રેસ કાનપુરમાં પાટા પરથી ખડી પડતાં કમસે કમ 150 યાત્રીઓનાં મોત થયાં હતાં અને 150થી વધુ જણ ઘાયલ થયા હતા.
વર્ષ 2017: 23 ઓગસ્ટે પુરી-હરિદ્વાર ઉત્કલ એક્સપ્રેસ મુઝફ્ફરનગરમાં પાટા પરથી ખડી પડી હતી, જેમાં 23 લોકોનાં મોત થયાં હતાં અને આશરે 60 અન્ય લોકો ઘાયલ થયા હતા.
વર્ષ 2022: 13 જાન્યુઆરીએ બિકાનેર-ગુવાહાટી એક્સપ્રેસના કમસે કમ 12 ડબ્બા પશ્ચિમ બંગાળના અલીપુર ક્ષેત્રમાં પાડા પરથી ઊતરી ગયા હતા, જેમાં નવ લોકોનાં મોત થયા હતાં અને 36 અન્ય લોકો ઘાયલ થયા હતા.
વર્ષ 2023: બીજી જૂને ઓડિશાના બાલાસોર જિલ્લામાં કોરોમંડલ એક્સપ્રેસ અને બેંગલુરુ-હાવડા એક્સપ્રેસ ટ્રેન પાટા પરથી ઊતરી જતાં અને એક માલગાડી સાથે ટકરાવાને કારણે કમસે કમ 280 લોકોનાં મોત થયાં હતાં, જ્યારે 1000 લોકો ઘાયલ થયા હતા.