નવી દિલ્હીઃ લોકસભાના સ્પીકર પર સંસદની કાર્યવાહી દરમ્યાન કાગળ ફેંકવા બદલ કોંગ્રેસના સાત સંસદસભ્ય સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સ્પીકરે તેમને એ વખતે જ પૂરા સત્ર માટે સસ્પેન્ડ કરી દીધા હતા. અક્ષમ્ય દુર્વ્યવહાર અને ઉદ્ધતાઈભર્યા વર્તન બદલ આ સંસદસભ્યોને સસ્પેન્ડ કરવાનો એક પ્રસ્તાવ પણ પસાર કરવામાં આવ્યો હતો. જોકે સ્પીકરે કોંગ્રેસની સભ્યપદ ખતમ કરવાની સરકારની માગ પર તપાસ કરવા સમિતિ બનાવવાની મંજૂરી આપી દીધી છે.કયા સંસદસભ્યો સસ્પેન્ડ થયા
સંસદ સ્થગિત થયા પછી બપોરે ત્રણ વાગ્યે સંસદની કાર્યવાહી શરૂ થઈ ત્યારે આસન પર મીનાક્ષી લેખી (ભાજપના) હતાં. તેમણે INCના ગૌરવ ગોગોઈ, ટીએન પ્રતાપન, ડીન કુરિઆકોસ, મનિકા ટાગોર, રાજમોહન ઉન્નીથન, બેન્ની બેહનન અને ગુરજિત સિંહ ઔઝલાનાં નામ આપ્યાં હતાં.
પ્રસ્તાવ પસાર થતાં સંસદથી બહારઆ પ્રસ્તાવ પાસ થતાં લેખીએ આ સાત સંસદસભ્યોને સંસદ છોડવા નિર્દેશ કર્યો હતો. ત્યાર બાદ લોકસભા પૂરા દિવસ માટે સ્થગિત કરવામાં આવી હતી.
સંસદમાં ચોથા દિવસે કામકાજમાં અવરોધ
સંસદમાં વિપક્ષે દિલ્હી હિંસાને લઈને ચર્ચા પર હંગામો કર્યો હતો, જેથી સતત ચોથા દિવસે કામકાજમાં અવરોધ સર્જાયો હતો. લોકસભાના સેશનનો અનાદર કરવાને કારણે સાત સભ્યોને સત્ર બાકીના કાર્યકાળ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. વિપક્ષના હંગામા પછી સંસદની કાર્યવાહી સ્તગિત કરવામાં આવી હતી.