જયપુરઃ રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ગઈ ચૂંટણીની તુલનાએ રેકોર્ડ જપ્તી થઈ છે. રાજસ્થાનમાં અલગ-અલગ એન્ફોર્સમેન્ટ એજન્સીઓ દ્વારા આદર્શ આચારસંહિતા લાગુ થયા પછી અત્યાર સુધી રૂ. 644 કરોડના મૂલ્યની ગેરકાયદે રોકડ અને માલસામાન જપ્ત કરવામાં આવી છે. એમાં જયપુર જિલ્લામાં સીઝરનો આંકડો રૂ. 106 કરોડને પાર પહોંચ્યો છે. પાછલી વિધાનસભાની ચૂંટણીમાં આચારસંહિતા દરમ્યાન જપ્તીની તુલનાએ અત્યાર સુધી 920 ટકાનો વધારો થઈ ચૂક્યો છે.
આ ચૂંટણીમાં સીઝરમાં રૂ. 36.61 કરોડના મૂલ્યની જપ્તી સાથે અલ્વર છે. જોધપુરમાં રૂ. 31.3 કરોડની સાથે ત્રીજા, ભીલવાડા રૂ. 25.27 કરોડની સાથે ચોથા, બુંદી રૂ. 24.69 કરોડની સાથે પાંચમા, ઉદયપુરમાં રૂ. 24.9 કરોડની સાથે છઠ્ઠા, અજમેર રૂ. 25.53 કરોડની સાથે સાતમા, બિકાનેર રૂ. 23.38 કરોડની સાથે આઠમા, ચિત્તોડગઢ રૂ. 23.1 કરોડ સાથે નવમા અને નાગોર રૂ. 23.24 કરોડની સાથે 10મા અને શ્રીગંગાનગર રૂ. 20.69 કરોડની સાથે 11મા ક્રમાંકે છે.
બીજી બાજુ સી વિજિલના માધ્યમથી રવિવાર સુધી કુલ 15,222 ફરિયાદો મળી છે. એમાંથી 5757 ફરિયાદોનું નિરાકરણ કરવામાં આવી ચૂક્યું છે. એમાં જયપુર જિલ્લામાં સૌથી વધુ 2310 ફરિયાદો મળી ચૂકી છે, એમાંથી 908 ફરિયાદોમાં મોટા ભાગનીનું નિરાકણ કરવામાં આવી ચૂક્યું છે.આ પ્રકારે ટોંકમાં 1334 ફરિયાદોમાંથી 817નું નિરાકરણ કરવામાં આવી ચૂક્યું છે. કોટામાં 1303 ફરિયાદોમાંથી 751 ફરિયાદો યોગ્ય જણાઈ છે.
ચૂંટણી દરમિયાન સૌથી વધુ દારૂ અને કાળા નાણાની દાણચોરી થાય છે. તેમ છતાં જયપુર જેવા મોટા જંકશન પર પાર્સલ સ્કેનરની માગ હજુ સંતોષાઈ નથી. રાજસ્થાનમાં ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે.