અકસ્માત 50% ઘટાડવા રોડ સુરક્ષા ઓડિટ ફરજિયાત

નવી દિલ્હીઃ રસ્તા સુરક્ષા કરવા માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. હવે આ સંબંધે રસ્તા દુર્ઘટનાઓને ઓછી કરવા માટે સડક સુરક્ષા ઓડિટ ફરજિયાત કરવામાં આવ્યું છે. રસ્તા, પરિવહન અને હાઇવેપ્રધાન નીતિન ગડકરીએ કહ્યું હતું કે વાહનવ્યવહાર સુરક્ષા સમયની માગ છે. વિશ્વમાં વેહિકલ એન્જિનિયરિંગ ટેક્નોલોજી ઘણી વધી ગઈ છે. સડક એન્જિનિયરિંગ ઉપાયોથી કમસે કમ સડક દુર્ઘટનાઓ થશે અને વાહનોની ટક્કરની આશંકામાં સુધારો થશે. સરકારની યોજના છે કે 2030 સુધીમાં સડક દુર્ઘટનામાં થનારી મોતોને 50 ટકા સુધી ઘટાડી શકાય.

સેફ્ટી ઓડિટમાં નવો નેશનલ હાઇવે લોકો માટે ખોલવામાં આવે છે, ત્યારે એ લોકો માટે સુરક્ષિત છે કે નહીં, એ રસ્તા પર અકસ્માતની કેટલી આશંકા છે?  મતલબ- જ્યાં સુધી એ રસ્તાની તપાસ ના થઈ જાય, ત્યાં સુધી એના પર વાહનવ્યવહાર શરૂ નહીં કરવામાં આવે.

સૌથી પહેલાં રસ્તાની ડિઝાઇનનું ઓડિટ થાય છે. એ પછી રસ્તાના કન્સ્ટ્રક્શન દરમ્યાન ઓડિટ કરવામાં આવે છે અને છેલ્લે રસ્તો ખુલ્લો કરતાં પહેલાં સુરક્ષા ઓડિટ થાય છે.

મંત્રાલયના રિપોર્ટ અનુસાર 2019માં દેશમાં 4.49 લાખ રોડ દુર્ઘટનાઓ થઈ હતી, જેમાં 4.51 લાખ લોકો ઘાયલ થયા હતા અને 1.51 લાખ લોકોનાં મોત થયાં છે. દેશમાં દરરોજ 1230 રોડ અકસ્માત થાય છે, જેમાં 60 ટકા અકસ્માતથી મોત ટૂ વ્હીલરવાળાઓનાં થાય છે, એમ કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું છે.

વાહનોની સુરક્ષા માટે મોટર વેહિકલ એક્ટ 2019 પણ લાગુ કરવામાં આવ્યો છે. જેના હેઠળ ક્રેસ ટેસ્ટ, એરબેગ્સ, સ્પીડ અલર્ટ સિસ્ટમ, રેર પાર્કિંગ સેન્સર્સ, રિવર્સ કેમેરા, સીટ બેલ્ટ રિમાઇન્ડર, એન્ટિ લોક બ્રેકિંગ સિસ્ટમ અને વાહનોને મદદ કરવા માટે રેટ્રો સિફ્લેક્ટિવ ટેપ જેવી ચીજો ફરજિયાત કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોને સડક સુરક્ષામાં સુધારા માટે રૂ. 14,000 કરોડનું ફંડ ફાળવવામાં આવે છે.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]