કૃષિ-કાયદાઓને મુદ્દે કેન્દ્ર સાથે વાતચીત કરવા તૈયારઃ ટિકૈત

નવી દિલ્હીઃ ભારતીય કિસાન યુનિયન (BKU) નેતા રાકેશ ટિકેતે રવિવારે કહ્યું હતું કે કિસાન સંગઠન કેન્દ્ર સાથે વાતચીત ફરી શરૂ કરવા માટે તૈયાર છે, પરંતુ એ વાતચીત નવા કૃષિ કાયદાઓને પરત ખેંચવા માટે હશે. તેમણે કહ્યું હતું કે અમારી માગો પૂરી થવા પહેલાં ખેડૂતો પ્રદર્શનના સ્થળેથી હટવાનો કોઈ સવાલ જ પેદા નથી થયો. ટિકેત મોહાલીના અભય સિંહ સંધુના પરિવારથી મળીને શોક વ્યક્ત કર્યો હતો. સ્વતંત્રતા સેનાની ભગત સિંહના ભત્રીજા સંધુની કોરોનાને લીધે મોત થયું છે. તેમણે કહ્યું હતું કે જ્યારે સરકાર વાત કરવા ઇચ્છે છે, ત્યારે સંયુક્ત કિસાન મોરચાથી વાત કરશે. જોકે વાતચીત કેન્દ્રના નવા કૃષિ કાયદાઓને પરત ખેંચવા માટે હોવી જરૂરી છે.

હરિયાણાના હિસારમાં ખેડૂતો દ્વારા આહૂત પ્રદર્શનને ધ્યાનમાં રાખતાં સુરક્ષા કડક કરવામાં આવી છે. જિલ્લામાં પાછલા રવિવારે થયેલી હિંસક ઝડપના સિલસિલામાં 300થી વધુ ખેડૂતોની સામે મામલો નોંધાતાં ખેડૂતોએ પ્રદર્શનનું આહવાન કર્યું છે.

હિસ્સારમાં સ્થિતિને જોતાં પેરામિલિટરી ફોર્સ, આરએએફ અને રેન્જ પોલીસની 40 કંપનીઓ તહેનાત કરવામાં આવી છે. આ સિવાય મોટી સંખ્યામાં પોલીસોને રિઝર્વ રાખવામાં આવ્યા છે. લઘુ સચિવાલયને સંપૂર્ણ રીતે કાંટાના તારથી સીલ કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, ટોલ પ્લાઝા અને હિસ્સાર શહેરની સીમાઓ પર પોલીસે બેરિકેડિંગ કરી દેવામાં આવ્યા છે.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]