અયોધ્યામાં રામમંદિર 1-1-2024 સુધીમાં તૈયાર થઈ જશેઃ અમિત શાહ

અગરતલાઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આજે જાહેરાત કરી છે કે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર આવતા વર્ષની 1 જાન્યુઆરી સુધીમાં તૈયાર થઈ જશે.

જ્યાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે તે ત્રિપુરા રાજ્યના સબરુમ નગર ખાતે એક જનસભાને સંબોધિત કરતાં શાહે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર શાબ્દિક પ્રહારો કરતા કહ્યું હતું કે, ‘કોંગ્રેસ અને માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટીએ અનેક અવરોધો ઊભા કરીને રામ મંદિરનો મુદ્દો લાંબા સમય સુધી ન્યાયતંત્રના અધિકારક્ષેત્રની બહાર મૂકી દીધો હતો. જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સુપ્રીમ કોર્ટનો આદેશ આવ્યા બાદ તરત જ મંદિરનો શિલાન્યાસવિધિ કર્યો હતો. રાહુલબાબા, અહીં સબરુમમાંથી મને સાંભળી લો, ભવ્ય રામ મંદિર 2024ની 1 જાન્યુઆરીએ તૈયાર થઈ જશે.’