રાજસ્થાન વિધાનસભા ચૂંટણીઃ ભાજપ 107, કોંગ્રેસ 80 બેઠકો પર આગળ

જયપુરઃ 200-બેઠકોવાળી રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં આજે સવારથી મતગણતરી શરૂ કરવામાં આવી છે. શરૂઆતના ટ્રેન્ડ અનુસાર, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો 107 બેઠકો પર આગળ હતા. શાસક કોંગ્રેસના ઉમેદવારો 80 બેઠકો પર સરસાઈમાં હતા.

મુખ્ય પ્રધાન અશોક ગેહલોત અને કોંગ્રેસના સચીન પાઈલટ અનુક્રમે સરદારપુરા તથા ટોન્ક બેઠકો પર એમના હરીફ ઉમેદવારો સામે સરસાઈમાં હતા.

ભાજપનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વસુંધરા રાજે ઝાલરાપાટન બેઠક પર સરસાઈમાં હતા. ભાજપના રાજ્યવર્ધન સિંહ રાઠોર ઝોટવાડા બેઠક પર આગળ હતા.