જયપુરઃ રાજસ્થાનના કોટા જિલ્લામાં ચંબલ નદીમાં આજે સવારે લગભગ 8.45 વાગ્યે 45 જેટલા શ્રદ્ધાળુઓ સાથેની એક બોટ ઊંધી વળી જતાં ઓછામાં ઓછા 8 જણનાં મરણ થયાનો અહેવાલ છે.
20-25 લોકો તરીને કિનારે પહોંચવામાં સફળ થયા હતા અથવા એમને બચાવી લેવામાં આવ્યા હતા. 10-12 જણ લાપતા છે.
બોટમાં મહિલાઓ અને બાળકો પણ સવાર થયાં હતાં. તેઓ આજે સવારે કોટા શહેરની હદમાં આવેલા ખતોલી વિસ્તારના ગામડાઓમાંથી ઈન્દરગઢમાં આવેલા કમલેશ્વર મહાદેવ મંદિર માટે બોટમાં બેસીને જતાં હતા ત્યારે દુર્ઘટના સર્જાઈ હતી.
આ દુર્ઘટના કોટા શહેરની હદમાં આવેલા ઢીબરી ચંબલ વિસ્તારમાં બની હતી.
રાજ્ય સરકારે દરેક મૃતકના પરિવારને રૂ. 1 લાખની એક્સ-ગ્રેસિયા રકમ ચૂકવવાની જાહેરાત કરી છે.