નવી દિલ્હીઃ રેલવે મંત્રાલયે સૌપ્રથમ વાર જનતાની ફરિયાદ અને ફરિયાદોના ઝડપથી ઉકેલ માટે દિલ્હીમાં મંત્રાલયમાં એક વોર રૂમ સ્થાપ્યો છે. રેલ ભવનના ત્રીજા માળે બીજી મેએ થરૂ થયેલા આ રેલ વોર રૂમ (RWR)માં 24 કલાક કામ કરવામાં આવશે, પણ હાલમાં એમાં પ્રતિ દિન રાત્ર 10 કલાક સુધી કામ કરવામાં આવશે.
આ વોર રૂમમાં બધી સંદેશવ્યવહારની સુવિધા ઉપલબ્ધ છે અને તેમાં એક મોટો સ્ક્રીન પણ છે. જે મિનિટે-મિનિટે દેખરેખ માટે ફરિયાદો અને નિવારણને દર્શાવે છે. આ પ્રકારનું આ પહેલું પગલું છે, જે ભવિષ્યમાં કોઈ પણ દુર્ઘટનાની દેખરેખ માટે રેલવે દ્વારા લેવામાં આવ્યું છે. આ વોર રૂમનો ઉદ્દેશ કોઈ મોટી ઘટના અથવા દુર્ઘટના થવા પર બોર્ડના બધા સભ્ય અને રેલવે બોર્ડ અને અધ્યક્ષ સહિત અધિકારીઓ જરૂરી નિર્ણય લઈ શકે છે.
રેલવેએ RPF સહિત રેલવેની છ મુખ્ય પાંખના અધિકારીઓ માટે અને ઇમર્જન્સી સંકટના સમયે અધિકારીઓ માટે પ્રયાપ્ત સંખ્યામાં બેસવાની વ્યવસ્થા કરી છે. છેલ્લા બે દિવસમાં વોર રૂમમાં જનતા પાસેથી 5000થી વધુ ફરિયાદો મળી છે અને એમાંથી 95 ટકાનો ઝડપથી ઉકેલ લાવવામાં આવ્યો છે. આ ઉપરાંત ફરિયાદોની ફીડબેક પણ લેવામાં આવ્યો છે. RPFના એક અધિકારીને પણ નિયુક્ત કરવામાં આવ્યો છે, જે ફરિયાદ પ્રાપ્ત કરનાર પહેલી વ્યક્તિ છે અને તે એને ઝડપથી ઉકેલ માટે સંબંધિત અધિકારીઓને મોકલે છે.
